View Hymn (Bhajan)

Sr No. 908 | Date: 01-Aug-19941994-08-01રાતદિવસનું ચક્ર ચાલતું ને ચાલતું જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ratadivasanum-chakra-chalatum-ne-chalatum-jaya-chheરાતદિવસનું ચક્ર ચાલતું ને ચાલતું જાય છે

જીવનનો મકસદ એમાં ભૂલી જવાય છે, જીવનનું ધ્યેય એમાં ભૂલી જવાય છે

દિવસની ભાગદોડમાં બધુ ભૂલી જવાય છે

આવતા રાત, અંધકારમાં બધું છુપાઈ જાય છે, મીઠી ઊંઘમાં બધું ભૂલી જવાય છે

જીવનનો મકસદ જ્યાં ભૂલી જવાય છે, જીવન બેમકસદ બની જાય છે

ભુલાતા મકસદ, ભટકવાનું જીવનમાં શરૂ થઈ જાય છે

સુખની સંધ્યાકાળમાં, જીવનમાં દુઃખ ને દુઃખ બાકી રહી જાય છે

દુઃખભરી જિંદગીમાં જીવવું, ખૂબ અસહ્ય બની જાય છે

કરેલી ભૂલને સુધારવાને બદલે, ભૂલી જ્યાં જવાય છે

જીવન ત્યારે વેદના, દુઃખ ને પીડાથી છલકાઈ જાય છે

રાતદિવસનું ચક્ર ચાલતું ને ચાલતું જાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rātadivasanuṁ cakra cālatuṁ nē cālatuṁ jāya chē

jīvananō makasada ēmāṁ bhūlī javāya chē, jīvananuṁ dhyēya ēmāṁ bhūlī javāya chē

divasanī bhāgadōḍamāṁ badhu bhūlī javāya chē

āvatā rāta, aṁdhakāramāṁ badhuṁ chupāī jāya chē, mīṭhī ūṁghamāṁ badhuṁ bhūlī javāya chē

jīvananō makasada jyāṁ bhūlī javāya chē, jīvana bēmakasada banī jāya chē

bhulātā makasada, bhaṭakavānuṁ jīvanamāṁ śarū thaī jāya chē

sukhanī saṁdhyākālamāṁ, jīvanamāṁ duḥkha nē duḥkha bākī rahī jāya chē

duḥkhabharī jiṁdagīmāṁ jīvavuṁ, khūba asahya banī jāya chē

karēlī bhūlanē sudhāravānē badalē, bhūlī jyāṁ javāya chē

jīvana tyārē vēdanā, duḥkha nē pīḍāthī chalakāī jāya chē