View Hymn (Bhajan)

Sr No. 907 | Date: 01-Aug-19941994-08-01ક્યારેક જિતતો તો ક્યારેક હારતો હું જાઉં છું, જીવનની સફરમાં ચાલતો ને ચાલતો જાઉં છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyareka-jitato-to-kyareka-harato-hum-jaum-chhum-jivanani-sapharamam-chalatoક્યારેક જિતતો તો ક્યારેક હારતો હું જાઉં છું, જીવનની સફરમાં ચાલતો ને ચાલતો જાઉં છું

આગળ વધતો ને વધતો હું જાઉં છું, જીવન મારું ઘટતું ને ઘટતું હું જોઉં છું

ક્યારેક જિતની આશામાં તો ક્યારેક હારની નિરાશામાં, ડૂબતો જાઉં છું

ક્યારેક સમયની સાથે તો ક્યારેક સમય પાછળ, ભાગતો જાઉં છું

જીવનના અનેક રંગો ના દર્શન હું કરતો જાઉં છું, આગળ વધતો ને વધતો હું જાઉં છું

આગળ વધવામાં પીછેહઠ કેટલી હું કરતો જાઉં છું, બેખબર રહી ચાલતો જાઉં છું

ક્યારેક સલામત બનીને તો ક્યારેક ઝખમી બની, હું હસતો રડતો જાઉં છું

ક્યારેક દુઃખ તો ક્યારેક સુખને ગળે લગાવીને, રમત રમતો હું જાઉં છું

ખુલ્લી તલવારની ધાર પર હું ચાલતો ને ચાલતો જાઉં છું

ક્યારેક આંસુના સમુદ્રમાં સ્નાન કરી, તો ક્યારેક હાસ્યના ફુવારાથી ભીંજાઈ જાઉં છું

મકસદને પહોંચવા કાજે જીવનમાં, હું આગળ વધતો ને વધતો જાઉં છું

ક્યારેક જિતતો તો ક્યારેક હારતો હું જાઉં છું, જીવનની સફરમાં ચાલતો ને ચાલતો જાઉં છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kyārēka jitatō tō kyārēka hāratō huṁ jāuṁ chuṁ, jīvananī sapharamāṁ cālatō nē cālatō jāuṁ chuṁ

āgala vadhatō nē vadhatō huṁ jāuṁ chuṁ, jīvana māruṁ ghaṭatuṁ nē ghaṭatuṁ huṁ jōuṁ chuṁ

kyārēka jitanī āśāmāṁ tō kyārēka hāranī nirāśāmāṁ, ḍūbatō jāuṁ chuṁ

kyārēka samayanī sāthē tō kyārēka samaya pāchala, bhāgatō jāuṁ chuṁ

jīvananā anēka raṁgō nā darśana huṁ karatō jāuṁ chuṁ, āgala vadhatō nē vadhatō huṁ jāuṁ chuṁ

āgala vadhavāmāṁ pīchēhaṭha kēṭalī huṁ karatō jāuṁ chuṁ, bēkhabara rahī cālatō jāuṁ chuṁ

kyārēka salāmata banīnē tō kyārēka jhakhamī banī, huṁ hasatō raḍatō jāuṁ chuṁ

kyārēka duḥkha tō kyārēka sukhanē galē lagāvīnē, ramata ramatō huṁ jāuṁ chuṁ

khullī talavāranī dhāra para huṁ cālatō nē cālatō jāuṁ chuṁ

kyārēka āṁsunā samudramāṁ snāna karī, tō kyārēka hāsyanā phuvārāthī bhīṁjāī jāuṁ chuṁ

makasadanē pahōṁcavā kājē jīvanamāṁ, huṁ āgala vadhatō nē vadhatō jāuṁ chuṁ