View Hymn (Bhajan)
Sr No. 777 | Date: 01-Jun-19941994-06-011994-06-01રુઠેલા મારા મનને મનાવી ના શકી, એને સમજાવી ના શકીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ruthela-mara-manane-manavi-na-shaki-ene-samajavi-na-shakiરુઠેલા મારા મનને મનાવી ના શકી, એને સમજાવી ના શકી
કરી કોશિશ મેં તો લાખ, મારા મનને મનાવવાની, આખરે હારી ગઈ
માગને એની સમજી હું ના શકી, રુઠેલા મનને મનાવી ના શકી
દર્દ ભરેલા દિલનો ઇઝહાર, કોઈની પાસે કરી ના શકી
કહેવા ચાહ્યું પ્રભુ તને, પણ તારી પાસે દિલ ખાલી કરી ના શકી
હતું શું કારણ, એ કારણને જાણી ના શકી, મનને મનાવી ના શકી
ઇચ્છાઓ હતી ઘણી ઘણી, ઇચ્છાઓને દૂર હટાવી ના શકી
ભાવ ને લાગણીમાં તણાઈને, ઇચ્છાને જિતી ના શકી
અભિમાનમાં પોતાના, તારા ચરણે મસ્તક નમાવી ના શકી
હતું શું કારણ, એ તો ખબર નથી, પણ તારી નજરથી નજર મળાવી ના શકી
રુઠેલા મારા મનને મનાવી ના શકી, એને સમજાવી ના શકી