View Hymn (Bhajan)
Sr No. 778 | Date: 01-Jun-19941994-06-011994-06-01કરી છે ભૂલ મેં તો, કરું છું એકરાર, એનો એકરાર કરવામાં, મને કોઈ ગમ નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-chhe-bhula-mem-to-karum-chhum-ekarara-eno-ekarara-karavamam-maneકરી છે ભૂલ મેં તો, કરું છું એકરાર, એનો એકરાર કરવામાં, મને કોઈ ગમ નથી
જાણતા થઈ છે ભૂલ, અજાણપણાની કોઈ વાત નથી
આપવી હોય તે સજા તું મને આપજે, સજા ભોગવવાનો મને ડર નથી
દર્દ આપવું હોય તો આપજે, શિકાયત હવે બીજી કાંઈ નથી
ખોઈને કાબૂ મન પરનો, કર્યો છે ગુનાહ મેં તો, એમાં કોઈ શક નથી
બેશક હું છું તારો ગુનેહગાર, મારે બચાવ ખોટો કરવો નથી
આપવી હોય તે સજા તું મને આપજે, માફી માગવાની ગુંજાઈશ રહેતી નથી
વારે વારે કરું છું એક જ ભૂલ, ભૂલનો સુધારો કર્યા વિના તારે છૂટકો નથી
લેવી હોય તો જિંદગી લઈ લે, કરી દીધી છે એને તો મેં તારે નામ
આપવું હોય તે આપી દેજે, બદલામાં મારી ભૂલનો અસ્વીકાર મને નથી
કરી છે ભૂલ મેં તો, કરું છું એકરાર, એનો એકરાર કરવામાં, મને કોઈ ગમ નથી