View Hymn (Bhajan)

Sr No. 3191 | Date: 20-Jan-19991999-01-20સાગરમાં અનેક મોજાં ઊછળ્યા ને પાછા એમાં સમાઈ ગયાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sagaramam-aneka-mojam-uchhalya-ne-pachha-emam-samai-gayaસાગરમાં અનેક મોજાં ઊછળ્યા ને પાછા એમાં સમાઈ ગયા

આ અફસોસમાં ને અફસોસમાં સાગર ખારો થઈ ગયો

સ્મૃતિઓ ને વિસ્મૃતિઓ રહી જ્યાં, સાથે સાથે ત્યાં સાગર ખારો …

ગહેરાઈ ને વિશાળતા હોવા છતાં, ના કોઈ પાણી એના પી શક્યો

કર્યો હદ વગરનો અફસોસ જ્યાં, ત્યાં સાગર ખારો થઈ ગયો

પશ્ચાતાપ ને પશ્ચાતાપમાં સાગર ખારો થઈ ગયો

વધી ગયો હદ વગરનો પશ્ચાતાપ, ત્યાં સાગર ખારો થઈ ગયો

ભળ્યું એમાં મીઠું પાણી ઘણું, પણ ના એ મીઠાશ ને ઝીલી શક્યો

સતત એક અગનમાં જલતો સાગર સંગ આવેલાને, રંગ પોતાનો આપતો ગયો

આપી મીઠાશ એણે બધાને, તોય ખુદ ખારો ને ખારો રહ્યો

સાગરમાં અનેક મોજાં ઊછળ્યા ને પાછા એમાં સમાઈ ગયા
Sagaramam aneka mojam uchhalya ne pachha emam samai gaya

View Original
Increase Font Decrease Font

સાગરમાં અનેક મોજાં ઊછળ્યા ને પાછા એમાં સમાઈ ગયા

આ અફસોસમાં ને અફસોસમાં સાગર ખારો થઈ ગયો

સ્મૃતિઓ ને વિસ્મૃતિઓ રહી જ્યાં, સાથે સાથે ત્યાં સાગર ખારો …

ગહેરાઈ ને વિશાળતા હોવા છતાં, ના કોઈ પાણી એના પી શક્યો

કર્યો હદ વગરનો અફસોસ જ્યાં, ત્યાં સાગર ખારો થઈ ગયો

પશ્ચાતાપ ને પશ્ચાતાપમાં સાગર ખારો થઈ ગયો

વધી ગયો હદ વગરનો પશ્ચાતાપ, ત્યાં સાગર ખારો થઈ ગયો

ભળ્યું એમાં મીઠું પાણી ઘણું, પણ ના એ મીઠાશ ને ઝીલી શક્યો

સતત એક અગનમાં જલતો સાગર સંગ આવેલાને, રંગ પોતાનો આપતો ગયો

આપી મીઠાશ એણે બધાને, તોય ખુદ ખારો ને ખારો રહ્યો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sāgaramāṁ anēka mōjāṁ ūchalyā nē pāchā ēmāṁ samāī gayā

ā aphasōsamāṁ nē aphasōsamāṁ sāgara khārō thaī gayō

smr̥tiō nē vismr̥tiō rahī jyāṁ, sāthē sāthē tyāṁ sāgara khārō …

gahērāī nē viśālatā hōvā chatāṁ, nā kōī pāṇī ēnā pī śakyō

karyō hada vagaranō aphasōsa jyāṁ, tyāṁ sāgara khārō thaī gayō

paścātāpa nē paścātāpamāṁ sāgara khārō thaī gayō

vadhī gayō hada vagaranō paścātāpa, tyāṁ sāgara khārō thaī gayō

bhalyuṁ ēmāṁ mīṭhuṁ pāṇī ghaṇuṁ, paṇa nā ē mīṭhāśa nē jhīlī śakyō

satata ēka aganamāṁ jalatō sāgara saṁga āvēlānē, raṁga pōtānō āpatō gayō

āpī mīṭhāśa ēṇē badhānē, tōya khuda khārō nē khārō rahyō