View Hymn (Bhajan)
Hymn No. 645 | Date: 20-Mar-19941994-03-201994-03-20સમજી જાજે રે તું, સમજી જારે રે સગપણ પ્રેમનું છે એક સાચુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaji-jaje-re-tum-samaji-jare-re-sagapana-premanum-chhe-eka-sachumસમજી જાજે રે તું, સમજી જારે રે સગપણ પ્રેમનું છે એક સાચું
પ્રેમ વગર કાંઈ નથી આ જગમાં, પ્રેમ જ છે પ્રીતમ સાચો, સગપણ પ્રેમ ……..
પ્રેમ નથી જો કોઈ સગપણમાં, સમજી જાજે છે સંબંધ તારો કાચો, સગપણ ……..
પ્યાર છે, પ્રેમ છે જ્યાં, છે ત્યાં તો આ જગતનો રખવાળો, સગપણ ……..
પ્રેમ થકી સહુ કોઈ લાગે પ્યારા, છે પ્રેમ જ્યાં નથી ત્યાં કોઈ પારકું, સગપણ ……..
પ્રેમ છે એવી ઔષધિ દિલના હરએક દુઃખદર્દથી આપે મુક્તિ, સગપણ ……..
પ્રેમ છે પ્રીતમ પ્યારો, પ્રેમથી રીઝ્યા પ્રભુજી પ્યારા, સગપણ ……..
નશ્વર આ જગમાં છે પ્રેમ સાશ્વત ને સત્ય, સગપણ ……..
પ્રેમ નથી ત્યાં કાંઈ નથી, પ્રેમમાં છે આંખુ જગ સમાયું, સગપણ ……..
પ્રેમ છે ત્યાં જીત છે, પ્રેમ છે પ્રેમ છે ત્યાં પ્રીત છે, સગપણ પ્રેમનું છે એક સાચું
સમજી જાજે રે તું, સમજી જારે રે સગપણ પ્રેમનું છે એક સાચું