View Hymn (Bhajan)

Hymn No. 644 | Date: 20-Mar-19941994-03-20નિસ્વાર્થતાને વરવા નીકળી છું, સ્વાર્થને ત્યજ્યો નથી, કેવી વિચિત્ર આ વાત છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nisvarthatane-varava-nikali-chhum-svarthane-tyajyo-nathi-kevi-vichitraનિસ્વાર્થતાને વરવા નીકળી છું, સ્વાર્થને ત્યજ્યો નથી, કેવી વિચિત્ર આ વાત છે

છે સ્વાર્થ જ્યાં સાધવો છે સંબંધ, ત્યાં વગર સ્વાર્થે કાંઈ કરવું નથી કેવી વિચિત્ર આ વાત છે

જોવી છે ખુશી પોતાની, અન્યની ખુશી નો કોઈ વિચાર નથી કેવી વિચિત્ર આ વાત છે

આદર્શના બોર્ડ ટાંગીને ફરવું છે ગળામાં, આચરણમાં ક્યાંય એનો ઉપયોગ નથી

સમજ્યા વિનાનું કરીને વર્તન, લઈ રહી છું કોઈની સુખશાંતિનો ભોગ, કેવી વિચિત્ર આ વાત છે

નિસ્વાર્થતાની કરવી છે વાતો, ભાવ એવા દિલમાં ભરવા નથી, શરમની તો આ વાત છે,

નારાયણ નારાયણ જપીને મુખને રાખવું છે ખાલી શુદ્ધ, અંતર તો છે એવું ને એવું

પામવો છે પરમ પ્રેમને, કરવો નથી ખુદને પ્યાર, છે કેવી આ તો માયાજાળ

નિસ્વાર્થતાની આપવી છે શીખામણ, પહોંચવું છે સ્વાર્થના શીખર પર, કેવી વિચિત્ર આ વાત છે

બિચારા બનીને જીવવું છે જગમાં, કરવું નથી કોઈ કામકાજ, છે કેવી વિચિત્ર આ વાત.

નિસ્વાર્થતાને વરવા નીકળી છું, સ્વાર્થને ત્યજ્યો નથી, કેવી વિચિત્ર આ વાત છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nisvārthatānē varavā nīkalī chuṁ, svārthanē tyajyō nathī, kēvī vicitra ā vāta chē

chē svārtha jyāṁ sādhavō chē saṁbaṁdha, tyāṁ vagara svārthē kāṁī karavuṁ nathī kēvī vicitra ā vāta chē

jōvī chē khuśī pōtānī, anyanī khuśī nō kōī vicāra nathī kēvī vicitra ā vāta chē

ādarśanā bōrḍa ṭāṁgīnē pharavuṁ chē galāmāṁ, ācaraṇamāṁ kyāṁya ēnō upayōga nathī

samajyā vinānuṁ karīnē vartana, laī rahī chuṁ kōīnī sukhaśāṁtinō bhōga, kēvī vicitra ā vāta chē

nisvārthatānī karavī chē vātō, bhāva ēvā dilamāṁ bharavā nathī, śaramanī tō ā vāta chē,

nārāyaṇa nārāyaṇa japīnē mukhanē rākhavuṁ chē khālī śuddha, aṁtara tō chē ēvuṁ nē ēvuṁ

pāmavō chē parama prēmanē, karavō nathī khudanē pyāra, chē kēvī ā tō māyājāla

nisvārthatānī āpavī chē śīkhāmaṇa, pahōṁcavuṁ chē svārthanā śīkhara para, kēvī vicitra ā vāta chē

bicārā banīnē jīvavuṁ chē jagamāṁ, karavuṁ nathī kōī kāmakāja, chē kēvī vicitra ā vāta.