View Hymn (Bhajan)
Hymn No. 3058 | Date: 12-Dec-19981998-12-121998-12-12સમતા તો છે નામ એનું, જે સંજોગોને પણ હલાવી જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samata-to-chhe-nama-enum-je-sanjogone-pana-halavi-jayaસમતા તો છે નામ એનું, જે સંજોગોને પણ હલાવી જાય
સંજોગોથી હલી જાય, એને સમતા ના કહેવાય
સમ વિષમ આવે સંજોગોના હૈયે, ભેદ એનો વર્તાય
સ્થિરતા આવે જ્યાં સમતામાં, સંજોગોથી એ પર થઈ જાય
ક્ષણ બે ક્ષણની સમતા અનુભવે બધા, ના એનાથી કાંઈ થાય
બદલતા સંજોગો સાથે જે બદલાય, એને અખંડ સમતા ના કહેવાય
પળ બે પળની સમતામાં પણ ઘણું ઘણું મળી જાય
રહેજો સતત તો પામીએ શું, જીવનમાં એનું કહ્યું કહેવાય
જાણે છે બધા આ વાતને, તોય હૈયે આવા વિચાર ના જાગે જરાય
સમતા તો છે નામ એનું, જે સંજોગોને પણ હલાવી જાય