View Hymn (Bhajan)
Hymn No. 3059 | Date: 12-Dec-19981998-12-121998-12-12ફળ્યા આશીર્વાદ મને પ્રભુ તારાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=phalya-ashirvada-mane-prabhu-taraફળ્યા આશીર્વાદ મને પ્રભુ તારા
કે પથરાયા મારા હૈયામાં, દિવ્ય પ્રેમના અજવાળા
કે આખર મળ્યા મને, મારા દિલના દર્દના જાણનારા
મટી રહ્યાં છે ધીરે ધીરે, હૈયાના ભેદભાવ સારા
યાદ આવી ગયું ભૂલેલું બધું, જ્યાં પ્રેમથી મને આવકાર્યા
મળી ગયા પ્રભુ તારા બે હાથ, મારી સંભાળ લેનારા
બદલાયા જીવનના ઢંગ મારા, બદલાયા મારા રણકારા
હૈયે જાગ્યો તલસાટ એવો, મળ્યા અમને અમારા પ્રીતના પારખનારા
મળી ગયું જીવનમાં બધું, મળ્યા એવા આશીર્વાદ તારા
પ્યાર ભર્યા તારા બે શબ્દોએ, પાથર્યા જીવનમાં અમારા અજવાળા
ફળ્યા આશીર્વાદ મને પ્રભુ તારા