View Hymn (Bhajan)
Hymn No. 291 | Date: 10-Aug-19931993-08-101993-08-10સંબંધોમાં જોજે તું ના જાય જકડાઈSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambandhomam-joje-tum-na-jaya-jakadaiસંબંધોમાં જોજે તું ના જાય જકડાઈ,
યાદોમાં એની તું ના જાય અકળાઈ,
તારા મનને તું રાખજે ખાલી ને ખાલી(2)
કરી તો પ્રીત ને સગાઈ અજાણી એમાં
આંખલડી તારી ભીંજાણી, તારા …..
સંબંધ બાંધજે ભલે તું, ખંખેરે તારા કપડા
ત્યાં સંબંધ તારા તું ખંખેરી નાખજે, તારા …..
હશે જો ખાલી તારું મન, આપી શકીશ તું બીજાને આનંદ
મેળવી આનંદ રહીશ તું આનંદમાં, તારા …..
વહેવા દેતા ના ખોટા વિચારોમાં, તણાઈ એ તો ત્યાં જાશે
તને પણ તાણી જાશે, તારા …..
હશે ખાલી જો મન તારું,
તારા પ્રભુ સાથે જોડાશે તુરંત,
રહેજે ને રાખજે તારા મનને, તું એની સાથ,
અટવાઈને માયામાં તારા મનને ના બાંધતો,
એના ભારથી ભારી ના બનાવતો,
તારા મનને તું રાખજે ખાલી ને ખાલી
સંબંધોમાં જોજે તું ના જાય જકડાઈ