View Hymn (Bhajan)
Hymn No. 292 | Date: 10-Aug-19931993-08-101993-08-10પ્રભુ તમે આવોને, તમે આવોનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tame-avone-tame-avoneપ્રભુ તમે આવોને, તમે આવોને
ખોલી દિલનો દરવાજો મારો, ધીરે ધીરે આવોને તમે આવોને
ધીમી ધીમી ચાલે પ્રભુ તમે આવોને, તમે આવોને
પ્રકાશ ફેલાવતા ધીરેધીરે તમે આવોને, તમે આવોને
હૈયા કેરા આસન પર બીરાજો પ્રભુ, ધીરે ધીરે રે …..
સજાવ્યું છે મારા દિલને તારી કાજે, ધીરે ધીરે રે
પ્રેમના પાન કરાવજો ધીરે ધીરે, ધીરે ધીરે રે
પાઈ પ્રેમને તારા પ્રભુ, સમાવ ચાહું હું તો
તારામાં ધીરે ધીરે…(2)
પ્રેમના તારા પંથે હું ચાલીશ તારી સંગે, ધીરે ધીરે…
બની છું અધીરી તારી કાજે પ્રભુ, આવીજા તું મારી પાસે, ધીરે ધીરે …..
પ્રભુ તમે આવોને, તમે આવોને