View Hymn (Bhajan)
Hymn No. 635 | Date: 16-Mar-19941994-03-161994-03-16સમુદ્રના ગહેરા પાણીને માપવા છે કઠીન, કિનારે ઊભા રહીને ગહેરાઈ માપી ના શકાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samudrana-gahera-panine-mapava-chhe-kathina-kinare-ubha-rahine-gaheraiસમુદ્રના ગહેરા પાણીને માપવા છે કઠીન, કિનારે ઊભા રહીને ગહેરાઈ માપી ના શકાય
હૈયામાં છુપાયેલા ભેદ જાણવા છે કઠીન, ચહેરા પરથી ના એ તો જાણી શકાય
કરવો સામનો મુસીબતોનો છે કઠીન, આવશે ક્યારે કઈ મુસીબત ના એ કહી શકાય
નજર નજરમાં છુપાયેલી છે અનેક ભાષા, જાણવી છે કઠીન, કેમ કરી એને જાણી શકાય
છે રંગ રૂપ તો ઘણા રંગના, ઓળખવા છે કઠીન, બદલતા રૂપ રંગને ઓળખી કેમ શકાય
જીવનમાં જીવવું નિર્ભય બનીને છે એ તો બહુ કઠીન, આવશે મોત કેમને ક્યારે, કેમ એ કહી શકાય,
પ્રભુની વાણી તો છે મહામૂલી, એને મૂલ્યથી ખરીદી ના શકાય, સમજાશે ક્યારે એ કેમ કહી શકાય,
છે દુઃખ દર્દતો સહુના દિલમાં, છે દુઃખનું કારણ જાણવું છે બહુ કઠીન, એને જાણી કેમ શકાય,
કરવા દીદાર પ્રભુના હર એક દિલમાં, છે એ તો બહુ કઠીન, થાશે કેમ ને ક્યારે, કેમ એ કહી શકાય,
ઇંતઝાર કરવો મિલન કાજે પ્રભુનો, છે એ તો બહુ કઠીન, થાશે મિલન ક્યારે, એ કેમ કહી શકાય.
સમુદ્રના ગહેરા પાણીને માપવા છે કઠીન, કિનારે ઊભા રહીને ગહેરાઈ માપી ના શકાય