Home » All Hymns » સતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યો
  1. Home
  2. All Hymns
  3. સતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યો
Hymn No. 1685 | Date: 12-Aug-19961996-08-12સતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=satavavum-hoya-etalum-satavi-lyo-radavavum-hoya-etalum-radavi-lyoસતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યો
તમારા હર સિતમ અમારા સરમાથે, બસ તમે અમને તમારામાં સમાવી લ્યો
કરવી હોય કસોટી એ પહેલાં જેટલી, એટલી કસોટી તમે કરી લ્યો
હોય જે તમારી ઇચ્છા એ પ્રમાણે, મનમાની તમે તમારી કરી લ્યો
ના કરજો ભલે અમારી કોઈ ઇચ્છા પૂરી, બસ એક ઇચ્છાને હૈયે ધરી લ્યો
ના આપવું હોય કાંઈ તો કાંઈ નહીં, પણ તમે અમને તમારામાં સમાવી લ્યો
નહીં કહીએ અમે તમને બીજું કાંઈ, વાત જરા અમારી સાંભળી લ્યો
હર સિતમ સહેવા અમે તૈયાર છીએ, અરે જરા તમે અમને અજમાવી લ્યો
આવવું છે પાસે તારી એટલી કે કરી ના શકે કોઈ દૂર અમને, હૈયાની આ વાત સાંભળી લ્યો
ચાહવું છે તમને ને તમને, તમે તો છો ચાહ મારી, મારી આ ચાહ પૂરી કરી દ્યો
Text Size
સતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યો

Lyrics in English
satāvavuṁ hōya ēṭaluṁ satāvī lyō, raḍāvavuṁ hōya ēṭaluṁ raḍāvī lyō
tamārā hara sitama amārā saramāthē, basa tamē amanē tamārāmāṁ samāvī lyō
karavī hōya kasōṭī ē pahēlāṁ jēṭalī, ēṭalī kasōṭī tamē karī lyō
hōya jē tamārī icchā ē pramāṇē, manamānī tamē tamārī karī lyō
nā karajō bhalē amārī kōī icchā pūrī, basa ēka icchānē haiyē dharī lyō
nā āpavuṁ hōya kāṁī tō kāṁī nahīṁ, paṇa tamē amanē tamārāmāṁ samāvī lyō
nahīṁ kahīē amē tamanē bījuṁ kāṁī, vāta jarā amārī sāṁbhalī lyō
hara sitama sahēvā amē taiyāra chīē, arē jarā tamē amanē ajamāvī lyō
āvavuṁ chē pāsē tārī ēṭalī kē karī nā śakē kōī dūra amanē, haiyānī ā vāta sāṁbhalī lyō
cāhavuṁ chē tamanē nē tamanē, tamē tō chō cāha mārī, mārī ā cāha pūrī karī dyō

Explanation in English
How much ever you want to trouble me, you can do that; how much ever you want to make me cry, you can do that.

All your tortures I accept wholeheartedly, please just merge me within you.

How much ever you want to test me like before, that many tests you can take,

Whatever is your wish, your desire you can fulfil,

Even if you do not fulfil any wish of mine, just keep my one wish in your heart.

Even if you do not want to give anything, that is fine; but you just merge me within you.

I will not ask from you anything else, just hear this prayer of mine.

I am ready to tolerate every torture, why don’t you try and see.

Want to come so close to you that no one can separate us, hear this plea from the heart.

Want to love only you and you; I want only you, please fulfil this want of mine.