View Hymn (Bhajan)
Sr No. 886 | Date: 27-Jul-19941994-07-271994-07-27સત્યના તેજ છે તો અનોખા, અંજાઈ જાય છે એનાથી બધાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=satyana-teja-chhe-to-anokha-anjai-jaya-chhe-enathi-badhaસત્યના તેજ છે તો અનોખા, અંજાઈ જાય છે એનાથી બધા
સત્યના એ તેજને, જીરવી નથી રે શક્તા બધા
તેજથી એના અંજાઈને, આંધળા બની જાય છે રે ઘણા – સત્યના એ તેજને...
સમજવું સત્યને સહેલું નથી, સત્યને જાણવું તો સહેલું નથી – સત્યના એ તેજને...
અસત્યની એ અડમાં, સત્યના અણસારને ઓળખવો સહેલા નથી – સત્યના એ તેજને...
ચાહે છે બધા સત્ય જાણવા, છે કમી સત્યને સમજાવવાવાળાની – સત્યના એ તેજને...
સત્ય ને અસત્યના ભેદ, જલદીથી ઓળખી શક્તા નથી રે બધા – સત્યના એ તેજને...
સત્યનો સંગ કરી નથી રે શક્તા બધા, સાથી એને બનાવી નથી રે શક્તા બઘા - – સત્યના એ તેજને...
સત્યને જીવનમાં અપનાવી નથી રે શક્તા બધા – સત્યના એ તેજને...
સત્ય સંગ સમજોતા કરી નથી રે શક્તા બધા – સત્યના એ તેજને...
સત્યના તેજ છે તો અનોખા, અંજાઈ જાય છે એનાથી બધા