View Hymn (Bhajan)
Hymn No. 883 | Date: 27-Jul-19941994-07-271994-07-27ક્યારેક સત્ય તો ક્યારેક અસત્યના, પડછાયા સાથે હું રમતો જાઉં છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyareka-satya-to-kyareka-asatyana-padachhaya-sathe-hum-ramato-jaum-chhumક્યારેક સત્ય તો ક્યારેક અસત્યના, પડછાયા સાથે હું રમતો જાઉં છું
હે જિંદગી તારી સંગ આંખમીચોલી, હું ખેલતો જાઉં છું ……..
ક્યારેક રૂદનના તો ક્યારેક હાસ્યના, રંગમાં રંગાતો હું જાઉં છું ……..
ક્યારેક સુખ તો ક્યારેક દુઃખના, આવરણ હું પહેરતો જાઉં છું
ક્યારેક વ્યાધી તો ક્યારેક ઉપાધિના પડદા પાછળ, છુપાતો જાઉં છું
ક્યારેક સ્વાર્થ તો ક્યારેક ક્રોધના, આભૂષણ પહેરતો જાઉં છું
ક્યારેક સમજદારી તો ક્યારેક બેસમજદારીભર્યા વર્તન, હું કરતો જાઉં છું
ક્યારેક આશા તો ક્યારેક નિરાશાના, માતમ મનાવતો જાઉં છું
ક્યારેક પ્રભુ તારા તો ક્યારેક માયાનો સાથ નિભાવતો જાઉં છું
ક્યારેક મુક્તી તો ક્યારેક બંધનના, તાંતણામાં બંધાતો જાઉં છું
ક્યારેક સત્ય તો ક્યારેક અસત્યના, પડછાયા સાથે હું રમતો જાઉં છું