સમજ સમજની સમજદારીની આ વાત છે, સાચી સમજની તો સૌને જરૂરિયાત છે
હોય ભલે કોઈ બેસમજ, બેસમજમાં પણ સમજ સમાય છે, આ તો એ સમજની વાત છે
નથી ડૂબવું કોઈને મઝધારમાં, સહુને કિનારાની તલાશ છે, આ તો સમજદારીની વાત છે
કોઈને થોડી તો કોઈને વધુ, પણ સહુનેતો એ જરૂરિયાત છે, જીવનની તો એ શરૂઆત છે
મેળવવા હશે જીવનમાં સુખ ને આનંદ, તો સાચી સમજની જરૂરિયાત છે
સમજદારીભર્યા વારથી, બચી જશો, તીક્ષ્ણ ધારથી મળી જાશે પ્યાર, સમજદારીની વાત છે
જીતી જાશો જગ તમે ખાલી હાથે, નહીં પડે જરૂર કોઈ હથિયારની, સમજદારીની વાત છે
નહીં બનો ભોગ તમે સંજોગોના વારથી, ઝૂકી જાશે એ તો સાચી સમજનું જ્યાં રાજ છે
વણનોતર્યા દુઃખથી દૂર રહેવા માટે, આ તો મોટો મંત્ર છે, સમજની તો સૌને જરૂરિયાત છે
વર્તન અને વિચારમાં જ્યાં વસી રે જાશે સમજ જો જીવનમાં, સફળ તમારો પુરુષાર્થ છે
- સંત શ્રી અલ્પા મા
samaja samajanī samajadārīnī ā vāta chē, sācī samajanī tō saunē jarūriyāta chē
hōya bhalē kōī bēsamaja, bēsamajamāṁ paṇa samaja samāya chē, ā tō ē samajanī vāta chē
nathī ḍūbavuṁ kōīnē majhadhāramāṁ, sahunē kinārānī talāśa chē, ā tō samajadārīnī vāta chē
kōīnē thōḍī tō kōīnē vadhu, paṇa sahunētō ē jarūriyāta chē, jīvananī tō ē śarūāta chē
mēlavavā haśē jīvanamāṁ sukha nē ānaṁda, tō sācī samajanī jarūriyāta chē
samajadārībharyā vārathī, bacī jaśō, tīkṣṇa dhārathī malī jāśē pyāra, samajadārīnī vāta chē
jītī jāśō jaga tamē khālī hāthē, nahīṁ paḍē jarūra kōī hathiyāranī, samajadārīnī vāta chē
nahīṁ banō bhōga tamē saṁjōgōnā vārathī, jhūkī jāśē ē tō sācī samajanuṁ jyāṁ rāja chē
vaṇanōtaryā duḥkhathī dūra rahēvā māṭē, ā tō mōṭō maṁtra chē, samajanī tō saunē jarūriyāta chē
vartana anē vicāramāṁ jyāṁ vasī rē jāśē samaja jō jīvanamāṁ, saphala tamārō puruṣārtha chē
|