View Hymn (Bhajan)

Sr No. 457 | Date: 26-Oct-19931993-10-26સ્વાર્થના મારેલા અમે, તારી માયાના મારેલા, પ્રભુ ખાઈ-ખાઈ માર અમે થાકેલા ને હારેલાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=svarthana-marela-ame-tari-mayana-marela-prabhu-khaikhai-mara-ame-thakelaસ્વાર્થના મારેલા અમે, તારી માયાના મારેલા, પ્રભુ ખાઈ-ખાઈ માર અમે થાકેલા ને હારેલા

આવી તારે રે દ્વાર, બચવા મારથી, સ્વીકારી લીધી પ્રભુ, અમે તારી શરણાગતિ

સંજોગોના સંતાપથી, સમયની લાકડીએથી, પ્રભુ ખાઈ-ખાઈ માર અમે, સ્વીકારી લીધી...

નથી ખબર, સ્વીકારી પરાણે કે સ્વીકારી સમર્પણથી, સ્વીકારી લીધી...

અહંને ઘવાતો જોઈને, શક્તિને અમારી ઘટતા જ્યાં જોઈ રે, સ્વીકારી લીધી...

હિંમતને અમારી તૂટતી જ્યાં જોઈ, ધીરજને ખૂટતી જ્યાં જોઈ રે, સ્વીકારી લીધી...

તપતા તાપથી રે બચવા, ભૂખ અને દુઃખથી રે બચવા, સ્વીકારી લીધી...

પોષવા વિકારોને કે વિકારોના ત્રાસથી રે બચવા, એ તો કેમ કહેવાય, સ્વીકારી લીધી...

આવી તારે શરણે, સુખ પાછળ પડ્યા અમે, સ્વીકારી લીધી...

અજ્ઞાનતાના અંધકારમાં અમે એવા ભટક્યા પ્રભુ, સ્વીકારી લીધી...

ના બચી શક્યા અમે, માર ખાઈ-ખાઈ પેટ અમારું ભરતા રહ્યા, સ્વીકારી લીધી...

થાકેલા ને હારેલા અમે, મરીમરીને જીવતા રહ્યાં, સ્વીકારી લીધી...

સ્વાર્થના મારેલા અમે, તારી માયાના મારેલા, પ્રભુ ખાઈ-ખાઈ માર અમે થાકેલા ને હારેલા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

svārthanā mārēlā amē, tārī māyānā mārēlā, prabhu khāī-khāī māra amē thākēlā nē hārēlā

āvī tārē rē dvāra, bacavā mārathī, svīkārī līdhī prabhu, amē tārī śaraṇāgati

saṁjōgōnā saṁtāpathī, samayanī lākaḍīēthī, prabhu khāī-khāī māra amē, svīkārī līdhī...

nathī khabara, svīkārī parāṇē kē svīkārī samarpaṇathī, svīkārī līdhī...

ahaṁnē ghavātō jōīnē, śaktinē amārī ghaṭatā jyāṁ jōī rē, svīkārī līdhī...

hiṁmatanē amārī tūṭatī jyāṁ jōī, dhīrajanē khūṭatī jyāṁ jōī rē, svīkārī līdhī...

tapatā tāpathī rē bacavā, bhūkha anē duḥkhathī rē bacavā, svīkārī līdhī...

pōṣavā vikārōnē kē vikārōnā trāsathī rē bacavā, ē tō kēma kahēvāya, svīkārī līdhī...

āvī tārē śaraṇē, sukha pāchala paḍyā amē, svīkārī līdhī...

ajñānatānā aṁdhakāramāṁ amē ēvā bhaṭakyā prabhu, svīkārī līdhī...

nā bacī śakyā amē, māra khāī-khāī pēṭa amāruṁ bharatā rahyā, svīkārī līdhī...

thākēlā nē hārēlā amē, marīmarīnē jīvatā rahyāṁ, svīkārī līdhī...