Home » All Hymns » શીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડ
  1. Home
  2. All Hymns
  3. શીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડ
Hymn No. 1676 | Date: 11-Aug-19961996-08-11શીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shikhavum-chhe-prabhu-mane-tari-pase-ghanunghanum-prabhu-tum-mane-badhumશીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડ
ના આવડે કાંઈ ને કરવા જાઉં જ્યાં, ત્યાં ભૂલ પર ભૂલ થાતી રે જાય
સોંપું તને જ્યાં એ કાજ પ્રભુ, બહુ સરળતાથી ને સાચી રીતે પૂર્ણ એ થાય
કરે છે તું કાર્ય કેવી રીતે વગર ભૂલે, પ્રભુ એ તું મને શીખવાડ
રહેવા ચાહું આનંદમાં, પણ ક્ષણ બે ક્ષણથી વધારે ના રહેવાય
રહે છે પ્રભુ તું નિત્ય આનંદમાં, કેવી રીતે એ મને તું શીખવાડ
હાસ્યવિભોર મુખડું ચાહું હું મારું સદા, પણ સંજોગો સાથે એ બદલાય
રાખે છે ને રહે છે પ્રભુ મુખ તું તારું સદા હાસ્યવિભોર એ મને તું શીખવાડ
ના થાકે તું, ના આવે આળસ તને, સતત કરતો રહે તું નવા કાજ
રહું હું સદા પ્રયત્નશીલ પ્રભુ, પ્રયત્ન કરતાં મને તું શીખવાડ
Text Size
શીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડ

Lyrics in English
śīkhavuṁ chē prabhu manē tārī pāsē ghaṇuṁghaṇuṁ, prabhu tuṁ manē badhuṁ śīkhavāḍa
nā āvaḍē kāṁī nē karavā jāuṁ jyāṁ, tyāṁ bhūla para bhūla thātī rē jāya
sōṁpuṁ tanē jyāṁ ē kāja prabhu, bahu saralatāthī nē sācī rītē pūrṇa ē thāya
karē chē tuṁ kārya kēvī rītē vagara bhūlē, prabhu ē tuṁ manē śīkhavāḍa
rahēvā cāhuṁ ānaṁdamāṁ, paṇa kṣaṇa bē kṣaṇathī vadhārē nā rahēvāya
rahē chē prabhu tuṁ nitya ānaṁdamāṁ, kēvī rītē ē manē tuṁ śīkhavāḍa
hāsyavibhōra mukhaḍuṁ cāhuṁ huṁ māruṁ sadā, paṇa saṁjōgō sāthē ē badalāya
rākhē chē nē rahē chē prabhu mukha tuṁ tāruṁ sadā hāsyavibhōra ē manē tuṁ śīkhavāḍa
nā thākē tuṁ, nā āvē ālasa tanē, satata karatō rahē tuṁ navā kāja
rahuṁ huṁ sadā prayatnaśīla prabhu, prayatna karatāṁ manē tuṁ śīkhavāḍa

Explanation in English
I want to learn a lot from you, Oh God! You teach me everything.

I don’t know anything and when I try to do something, then I keep on doing errors and errors.

When I leave it up to you Oh God, then it gets completed very easily and perfectly.

How you do all your work without forgetting, oh God? Please teach me that.

I try to remain in joy but I cannot remain in joy for more than a few moments.

Oh God, you are always in bliss, how do you do that, please teach me that.

I want to keep my face always laughing, but it changes with circumstances.

Your face is always smiling and laughing and you keep it smiling, please teach me that.

You never get tired, you never are lazy, you keep on doing new work all the time.

I should always keep on doing my efforts, teach me how to do efforts.