શોધું છું, ગોતું છું, જગમાં જીવનના એ રંગારા ને,
ચિતર્યું જેણે આ કુદરતને, ચિતર્યું મારા મનને અનોખા રંગે,
છેડ્યા છે નગમા જેણે તરંગે તરંગે, રંગાવું છે મારે એના રે રંગે,
જીવનના બાગને સજાવ્યા છે જેણે સુંદર ઉમંગે,
દિલને ભર્યા છે જેણે નાના પ્રેમના રે રંગે, શોધું છું ગોતું ...
રંગ્યા છે જેણે નાના ચહેરા માસુમિયતના રંગે,
સુંદરતાનો સંગ આપ્યો છે જેણે, રહી છે સુંદરતા જેના સંગે,
ડોલાવ્યા છે તન મનને જેણે પોતાની રે સંગે ....
બુંદ બુંદમાં ભરી છે તાજગી, ખિલાવ્યા છે ફૂલો એણે શાને,
સર્જન જેનું હોય આવું, મારે રંગાવું છે એના રે રંગે ...
- સંત શ્રી અલ્પા મા
śōdhuṁ chuṁ, gōtuṁ chuṁ, jagamāṁ jīvananā ē raṁgārā nē,
citaryuṁ jēṇē ā kudaratanē, citaryuṁ mārā mananē anōkhā raṁgē,
chēḍyā chē nagamā jēṇē taraṁgē taraṁgē, raṁgāvuṁ chē mārē ēnā rē raṁgē,
jīvananā bāganē sajāvyā chē jēṇē suṁdara umaṁgē,
dilanē bharyā chē jēṇē nānā prēmanā rē raṁgē, śōdhuṁ chuṁ gōtuṁ ...
raṁgyā chē jēṇē nānā cahērā māsumiyatanā raṁgē,
suṁdaratānō saṁga āpyō chē jēṇē, rahī chē suṁdaratā jēnā saṁgē,
ḍōlāvyā chē tana mananē jēṇē pōtānī rē saṁgē ....
buṁda buṁdamāṁ bharī chē tājagī, khilāvyā chē phūlō ēṇē śānē,
sarjana jēnuṁ hōya āvuṁ, mārē raṁgāvuṁ chē ēnā rē raṁgē ...
|