View Hymn (Bhajan)
Sr No. 3272 | Date: 28-Feb-19991999-02-281999-02-28શુદ્ધ ભાવો ના કાંઈ હોટે વહેચાય છે, પ્રભુની કૃપાથી એ પમાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shuddha-bhavo-na-kami-hote-vahechaya-chhe-prabhuni-kripathi-e-pamaya-chheશુદ્ધ ભાવો ના કાંઈ હોટે વહેચાય છે, પ્રભુની કૃપાથી એ પમાય છે
ભાવોથી બધું પમાય છે(2)
ભાવોથી ડુબાય છે ને ભાવોથી તરાય છે, ભાવોથી બધું પમાય છે
ભાવોની સૃષ્ટિ છે અનોખી, સમજ્યાં છતાં પણ ના સમજાય છે
ક્યારેક દર્દની ઓર તો ક્યારેક મસ્તીમાં, ચકચૂર એ કરી જાય છે
ભાવોના પ્રવાહ તો વહેતા ને વહેતા જાય છે
સુક્ષ્મતા એની તો માપી ના મપાય છે
ક્યારેક દર્દ પણ ચેન આપે તો, ક્યારેક ચેન દર્દ બની જાય છે
ભાવોની ભાષા તો ભાવોથી જ સમજાય છે
જાગે શુદ્ધ ભાવ હૈયે, હરએક કાર્યમાં સફળતા એ આપી જાય છે
ભાવ જ જીવનની નાવડીને કિનારા સુધી લઈ જાય છે
શુદ્ધ ભાવો ના કાંઈ હોટે વહેચાય છે, પ્રભુની કૃપાથી એ પમાય છે