View Hymn (Bhajan)

Sr No. 3271 | Date: 28-Feb-19991999-02-28નજર નજરમાં છો તમે, નજરમાં અમારી તમે કરજો વાસhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=najara-najaramam-chho-tame-najaramam-amari-tame-karajo-vasaનજર નજરમાં છો તમે, નજરમાં અમારી તમે કરજો વાસ

કરશો વાસ તમે અમારામાં, તો પ્રણામ અમારા લેખે લાગશે

જીવન અમારું જીવંત પ્રવાહથી તાજું થઈ જાશે

કે હરપળ ને હરક્ષણ જીવવાની, મજા અમને આવી જાશે

મળી જાય સફળતા જો આમાં, તો જીવન સફળ થઈ જાશે

કે જીવનમાં કરેલા પૂજન ને અર્ચન લેખે લાગી જાશે

હૈયાના દુઃખ દર્દને ભૂલવામાં, ના અમને વાર લાગશે

તન મન પર અમારા, તમારું સંગીત લહેરાતું રહેશે

આનંદ રહેશે જ્યાં નજરમાં, તો હૈયામાં એની અનુભૂતિ રહેશે

હરએક નજરમાં તમારા દર્શન, અમને તો મળતા રહેશે

નજર નજરમાં છો તમે, નજરમાં અમારી તમે કરજો વાસ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

najara najaramāṁ chō tamē, najaramāṁ amārī tamē karajō vāsa

karaśō vāsa tamē amārāmāṁ, tō praṇāma amārā lēkhē lāgaśē

jīvana amāruṁ jīvaṁta pravāhathī tājuṁ thaī jāśē

kē harapala nē harakṣaṇa jīvavānī, majā amanē āvī jāśē

malī jāya saphalatā jō āmāṁ, tō jīvana saphala thaī jāśē

kē jīvanamāṁ karēlā pūjana nē arcana lēkhē lāgī jāśē

haiyānā duḥkha dardanē bhūlavāmāṁ, nā amanē vāra lāgaśē

tana mana para amārā, tamāruṁ saṁgīta lahērātuṁ rahēśē

ānaṁda rahēśē jyāṁ najaramāṁ, tō haiyāmāṁ ēnī anubhūti rahēśē

haraēka najaramāṁ tamārā darśana, amanē tō malatā rahēśē