સુધરવા નીકળ્યા છીએ, અમે સુધરતા નથી (2)
સુધરતા-સુધરતા અધવચ્ચે રહી જઈએ છીએ, અમે સુધરતા નથી
સુધરતા-સુધરતા પાછા ત્યાં ના ત્યાં રહી જઈએ છીએ, અમે સુધરતા નથી
સુધરીએ ના સુધરીએ ત્યાં સુધરવાનો અહં હૈયે ચડી જાય છે, અમે સુધરતા નથી
નીકળ્યા છીએ પ્રભુના વિચારોમાં ડૂબવા, પણ અન્ય વિચારોમાં ડૂબી જઈએ છીએ, અમે સુધરતા નથી
ખાઈ માર સંજોગોનો, અમે એમાં ઝૂકી જઈએ છીએ, અમે સુધરતા નથી
એમાં ના આગળ કે ના પાછળ હટી શકીએ છીએ, અમે સુધરતા નથી
જગાવી ખોટા વિચારો હૈયે, મૂંઝવણમાં ડૂબી જઈએ છીએ, અમે સુધરતા નથી
બે રાહની વચ્ચે ઊભા રહી જઈએ છીએ, અમે સુધરતા નથી
પ્રેમની ભરતીથી ઘેરાવાને બદલે, ઇચ્છાઓના મોજામાં તણાતા જઈએ છીએ, અમે સુધરતા નથી
નાસમજમાં ગેરસમજ ઊભી કરીને, ના સાચી સમજણને સમજી શકીએ છીએ, અમે સુધરતા નથી
વિશ્વાસમાં તારા પ્રભુ, ઊભી કરીને શંકા, હતા ત્યાં ના ત્યાં રહી જઈએ છીએ, અમે સુધરતા નથી
- સંત શ્રી અલ્પા મા
sudharavā nīkalyā chīē, amē sudharatā nathī (2)
sudharatā-sudharatā adhavaccē rahī jaīē chīē, amē sudharatā nathī
sudharatā-sudharatā pāchā tyāṁ nā tyāṁ rahī jaīē chīē, amē sudharatā nathī
sudharīē nā sudharīē tyāṁ sudharavānō ahaṁ haiyē caḍī jāya chē, amē sudharatā nathī
nīkalyā chīē prabhunā vicārōmāṁ ḍūbavā, paṇa anya vicārōmāṁ ḍūbī jaīē chīē, amē sudharatā nathī
khāī māra saṁjōgōnō, amē ēmāṁ jhūkī jaīē chīē, amē sudharatā nathī
ēmāṁ nā āgala kē nā pāchala haṭī śakīē chīē, amē sudharatā nathī
jagāvī khōṭā vicārō haiyē, mūṁjhavaṇamāṁ ḍūbī jaīē chīē, amē sudharatā nathī
bē rāhanī vaccē ūbhā rahī jaīē chīē, amē sudharatā nathī
prēmanī bharatīthī ghērāvānē badalē, icchāōnā mōjāmāṁ taṇātā jaīē chīē, amē sudharatā nathī
nāsamajamāṁ gērasamaja ūbhī karīnē, nā sācī samajaṇanē samajī śakīē chīē, amē sudharatā nathī
viśvāsamāṁ tārā prabhu, ūbhī karīnē śaṁkā, hatā tyāṁ nā tyāṁ rahī jaīē chīē, amē sudharatā nathī
|