View Hymn (Bhajan)

Sr No. 1178 | Date: 29-Jan-19951995-01-29તંબૂરાના તાર બોલે, એને તું બોલવા રે દેજેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tamburana-tara-bole-ene-tum-bolava-re-dejeતંબૂરાના તાર બોલે, એને તું બોલવા રે દેજે

તારા મનના તંબૂરામાં, નામ પ્રભુનું તું સદા છેડતો રહેજે

મીઠો રણકાર એનો, જીવનભર તું સાંભળતો રહેજે

ના છેડજે અન્ય તાર તું, તારા મનના તંબૂરામાં રે

ઘોંઘાટનો વધારો થાશે, જીવન ત્રાસ જેવું બનાવી દેશે

ઉપાધિ ને ચિંતા ના તાર, ના તું છેડજે રે

જીવનના બધા સંગીત, એમાં સુકાઈ જાશે રે

છેડતા પ્રભુના નામનો તાર, જીવન તારું મહેકી જાશે રે

સુખ-શાંતિભર્યા સંગીતમાં, જીવન તારું સાર્થક બની જાશે રે

છેડીશ જ્યાં પ્રભુના નામનો તાર, અન્ય તારો આપોઆપ બંધ થઈ જાશે રે

તંબૂરાના તાર બોલે, એને તું બોલવા રે દેજે
Tamburana tara bole, ene tum bolava re deje

View Original
Increase Font Decrease Font

તંબૂરાના તાર બોલે, એને તું બોલવા રે દેજે

તારા મનના તંબૂરામાં, નામ પ્રભુનું તું સદા છેડતો રહેજે

મીઠો રણકાર એનો, જીવનભર તું સાંભળતો રહેજે

ના છેડજે અન્ય તાર તું, તારા મનના તંબૂરામાં રે

ઘોંઘાટનો વધારો થાશે, જીવન ત્રાસ જેવું બનાવી દેશે

ઉપાધિ ને ચિંતા ના તાર, ના તું છેડજે રે

જીવનના બધા સંગીત, એમાં સુકાઈ જાશે રે

છેડતા પ્રભુના નામનો તાર, જીવન તારું મહેકી જાશે રે

સુખ-શાંતિભર્યા સંગીતમાં, જીવન તારું સાર્થક બની જાશે રે

છેડીશ જ્યાં પ્રભુના નામનો તાર, અન્ય તારો આપોઆપ બંધ થઈ જાશે રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

taṁbūrānā tāra bōlē, ēnē tuṁ bōlavā rē dējē

tārā mananā taṁbūrāmāṁ, nāma prabhunuṁ tuṁ sadā chēḍatō rahējē

mīṭhō raṇakāra ēnō, jīvanabhara tuṁ sāṁbhalatō rahējē

nā chēḍajē anya tāra tuṁ, tārā mananā taṁbūrāmāṁ rē

ghōṁghāṭanō vadhārō thāśē, jīvana trāsa jēvuṁ banāvī dēśē

upādhi nē ciṁtā nā tāra, nā tuṁ chēḍajē rē

jīvananā badhā saṁgīta, ēmāṁ sukāī jāśē rē

chēḍatā prabhunā nāmanō tāra, jīvana tāruṁ mahēkī jāśē rē

sukha-śāṁtibharyā saṁgītamāṁ, jīvana tāruṁ sārthaka banī jāśē rē

chēḍīśa jyāṁ prabhunā nāmanō tāra, anya tārō āpōāpa baṁdha thaī jāśē rē