જોયા ઘણા રોગીઓને, બન્યો શિકાર ઘણા રોગોનો
તોય ના છૂટ્યો તોય ના છૂટ્યો, મોહ દેહનો તોય ના છૂટ્યો
જાગ્યો વૈરાગ્ય, ક્ષણ બે ક્ષણથી વધારે ના ટકયો ના છૂટ્યો …..
જગાવી જગાવી મોહ દેહમાં, દેહનું અભિનામ ના ઘટ્યું
ફર્યો લક્ષચોર્યાસીના ફેરા જેના કાજે, તોય ભાન મને ના આવ્યું
સમજીને સર્વસ્વ મેં મારું, મારા દેહને પૂજ્યું રે, ના છૂટ્યો
કર્યા ઘણા જતન એના કાજે, જતન એણે મારું ના કર્યું
ઠુકરાવ્યો મને એણે વારંવાર, તોય મેં એને ના ઠુકરાવ્યો રે
ક્ષણ બે ક્ષણ છૂટ્યો, પણ મોહ એ દેહનો ના છૂટ્યો
મોહના દળદળમાંથી, મારું મનડું બહાર ના આવ્યું, દેહ મોહનો ના છૂટ્યો
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
Have seen many diseased, and also suffered from many diseases
Still the attachment for the body has not left
Detachment arose for a second or two but it did not last for long
The attachment for the body has increased , the pride for the body did not reduce
I have gone through eighty four lakh births , yet I did not realise the truth
Thinking it as everything, I worshipped my body, I did not leave it
I took utmost care of it, it did not take care of me
It kicked me often, yet I did not kick it back
The attachment for the body left for a moment or two, but the attachment for the body did not reduce
My mind did not come out of the entanglement of infatuation, the attachment for the body did not reduce.