View Hymn (Bhajan)
Hymn No. 4844 | Date: 23-Aug-20192019-08-232019-08-23તન-મનના જોડ્યા જ્યાં તાર છે, એમાંથી ઊભા થાતા વ્યવહાર છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tanamanana-jodya-jyam-tara-chhe-emanthi-ubha-thata-vyavahara-chheતન-મનના જોડ્યા જ્યાં તાર છે, એમાંથી ઊભા થાતા વ્યવહાર છે
જગત ભલે નામ આપે એને પ્યાર, આ તો કેવો પ્યાર છે
સ્વાર્થના સગપણ ને બંધાયા, મતલબના તાર છે
ના ખુલ્લા દિલનો અહેસાસ, ના અંતરનો સંભળાતો અવાજ છે
ખુદને ખુદની ના કંઈ, એમાં તો પહેચાન છે
આવો તો કેવો વ્યવહાર છે, આવો તો કેવો પ્યાર છે
જગતને જોતી દૃષ્ટિ જુએ બહાર, ના અંતરને જોવા એ તૈયાર છે
છેલછબીલા નખરાળા મનના, ભળ્યા એમાં વાર છે
લૂંટ્યા ખુદ જ ખુદને અને અન્ય પર એનો ઇલ્જામ છે
ખુદની ઇચ્છાઓનો આ તો કેવો આહાર છે, આ તો કેવો પ્યાર છે
તન-મનના જોડ્યા જ્યાં તાર છે, એમાંથી ઊભા થાતા વ્યવહાર છે