તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
આપે જેનો હર એક તાંતણો તારા ને તારા રે પ્રેમની રે યાદ, તારી રે યાદ
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
કરી લે પસંદ પ્રભુ તું મને, કરી લે પસંદ તું મને, અપનાવી લે
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
કરવું છે મને તારી સંગ સગપણ, પ્રભુ તું મને અપનાવી લે
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
બાંધી લે દોર મને તારા રે પ્રેમની, પ્રીતની સગાઈ મારી રે સંગ તું કરીલે
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
પકડી લે પ્રભુ તું મારો રે હાથ, સગપણ તું મારી સંગ કરી લે
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
લાગી છે મને તારી રે લગન હૈયે, બળે છે વિરહની અગન
ઓઢાડીને પ્રેમનું પાનેતર, શાંત તું એને કરી દે, મારા હૈયે ઠંડક આપી દે
હટાવી દે ઘૂંઘટ ના રે પટ મારા તારા રે હાથે, મધુર મિલન આપણું પ્રભુ તું થવા દે
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
મને તારા દીદાર કરવા દે, તું મને તારામાં સમાવી લે
તારા પ્રેમનું પાનેતર પ્રભુ મને ઓઢાડી દે, મને ઓઢાડી દે
- સંત શ્રી અલ્પા મા
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
āpē jēnō hara ēka tāṁtaṇō tārā nē tārā rē prēmanī rē yāda, tārī rē yāda
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
karī lē pasaṁda prabhu tuṁ manē, karī lē pasaṁda tuṁ manē, apanāvī lē
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
karavuṁ chē manē tārī saṁga sagapaṇa, prabhu tuṁ manē apanāvī lē
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
bāṁdhī lē dōra manē tārā rē prēmanī, prītanī sagāī mārī rē saṁga tuṁ karīlē
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
pakaḍī lē prabhu tuṁ mārō rē hātha, sagapaṇa tuṁ mārī saṁga karī lē
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
lāgī chē manē tārī rē lagana haiyē, balē chē virahanī agana
ōḍhāḍīnē prēmanuṁ pānētara, śāṁta tuṁ ēnē karī dē, mārā haiyē ṭhaṁḍaka āpī dē
haṭāvī dē ghūṁghaṭa nā rē paṭa mārā tārā rē hāthē, madhura milana āpaṇuṁ prabhu tuṁ thavā dē
tārā prēmanuṁ pānētara prabhu manē ōḍhāḍī dē, manē ōḍhāḍī dē
manē tārā dīdāra karavā dē, tuṁ manē tārāmāṁ samāvī lē

|