View Hymn (Bhajan)

Sr No. 371 | Date: 18-Sep-19931993-09-18હૈયામાં રે મારા પ્રભુ ભાવો તો જાગે, ક્ષણેક્ષણે બદલાતા એ તો રહેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-re-mara-prabhu-bhavo-to-jage-kshanekshane-badalata-e-to-raheહૈયામાં રે મારા પ્રભુ ભાવો તો જાગે, ક્ષણેક્ષણે બદલાતા એ તો રહે

હૈયામાં રે પ્રભુ ભાવોની વણઝાર તો આવે ને જાય,ના કદી એ તો અટકે

ભાવો આવે રે જેવા, વર્તન તો એવા અમારા બદલતા ને બદલતા રહે

પ્રેમ ભરેલા ભાવો જાગે રે હૈયે જ્યારે, આંખમાં અમારી ચમક તો આવે

શ્વાસોમાં તો ત્યારે રે પ્રભુ, સુગંધ ફેલાય જાય રે

સુખદુઃખનો અનુભવ એ તો કરાવતા જાય, આવીને એ તો જાય રે

ભાવો જાગે ક્યારેક તો એવા, અમને ગમગીન તો કરતા ને કરતા જાય રે

અસ્થિરતા હૈયે એવી તો જાગી જાય, જીવનથી દૂર એ તો કરતા જાય રે

ક્યારેક આંખથી આસું તો વહી જાય, ત્યાં શાંતિ થઈ જાય રે

જીવનમાં રે ક્યારેક તો હૈયું જલતું ને જલતું જાય, આંખે આસું સુકાઈ જાય રે

હૈયામાં રે મારા પ્રભુ ભાવો તો જાગે, ક્ષણેક્ષણે બદલાતા એ તો રહે
Haiyamam re mara prabhu bhavo to jage, kshanekshane badalata e to rahe

View Original
Increase Font Decrease Font

હૈયામાં રે મારા પ્રભુ ભાવો તો જાગે, ક્ષણેક્ષણે બદલાતા એ તો રહે

હૈયામાં રે પ્રભુ ભાવોની વણઝાર તો આવે ને જાય,ના કદી એ તો અટકે

ભાવો આવે રે જેવા, વર્તન તો એવા અમારા બદલતા ને બદલતા રહે

પ્રેમ ભરેલા ભાવો જાગે રે હૈયે જ્યારે, આંખમાં અમારી ચમક તો આવે

શ્વાસોમાં તો ત્યારે રે પ્રભુ, સુગંધ ફેલાય જાય રે

સુખદુઃખનો અનુભવ એ તો કરાવતા જાય, આવીને એ તો જાય રે

ભાવો જાગે ક્યારેક તો એવા, અમને ગમગીન તો કરતા ને કરતા જાય રે

અસ્થિરતા હૈયે એવી તો જાગી જાય, જીવનથી દૂર એ તો કરતા જાય રે

ક્યારેક આંખથી આસું તો વહી જાય, ત્યાં શાંતિ થઈ જાય રે

જીવનમાં રે ક્યારેક તો હૈયું જલતું ને જલતું જાય, આંખે આસું સુકાઈ જાય રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

haiyāmāṁ rē mārā prabhu bhāvō tō jāgē, kṣaṇēkṣaṇē badalātā ē tō rahē

haiyāmāṁ rē prabhu bhāvōnī vaṇajhāra tō āvē nē jāya,nā kadī ē tō aṭakē

bhāvō āvē rē jēvā, vartana tō ēvā amārā badalatā nē badalatā rahē

prēma bharēlā bhāvō jāgē rē haiyē jyārē, āṁkhamāṁ amārī camaka tō āvē

śvāsōmāṁ tō tyārē rē prabhu, sugaṁdha phēlāya jāya rē

sukhaduḥkhanō anubhava ē tō karāvatā jāya, āvīnē ē tō jāya rē

bhāvō jāgē kyārēka tō ēvā, amanē gamagīna tō karatā nē karatā jāya rē

asthiratā haiyē ēvī tō jāgī jāya, jīvanathī dūra ē tō karatā jāya rē

kyārēka āṁkhathī āsuṁ tō vahī jāya, tyāṁ śāṁti thaī jāya rē

jīvanamāṁ rē kyārēka tō haiyuṁ jalatuṁ nē jalatuṁ jāya, āṁkhē āsuṁ sukāī jāya rē