View Hymn (Bhajan)
Hymn No. 917 | Date: 13-Aug-19941994-08-131994-08-13તારી સમજ શું કામની, એ શું કામની, જ્યાં ના સમજી સમજવા જેવુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-samaja-shum-kamani-e-shum-kamani-jyam-na-samaji-samajava-jevumતારી સમજ શું કામની, એ શું કામની, જ્યાં ના સમજી સમજવા જેવું
સમજ બધી તારી ત્યાં બેકાર છે, એ સમજ શું કામની
સમજી સમજીને બધું જ્યાં ના સમજ્યા, પોતાની જવાબદારી ત્યાં બેકાર છે, એ સમજ શું કામની
દુઃખભર્યા હૈયાને તે જ્યાં તરછોડયો, ત્યાં તારી બધી સમજ બેકાર છે
સમજ પર તારી હોય ભલે અન્યને ગર્વ, જાગ્યો જ્યાં તને એનો અહંકાર, સમજ
કર્યું પ્રદર્શન ખૂબ વાતો અને આચરણમાં જ્યાં કર્યો, સમજ બધી બેકાર છે ……..
સ્વાર્થમાં ડૂબીને જો તું સમજશે, સમજતો એ બહુ દુઃખ દેનારી છે, સમજ ……..
સમજને સમજવામાં જ્યાં લાગી વાર, છે સમજ ત્યાં બેકાર, છે એ ……..
સમજી સમજી સમજ્યું બધું, કર્યું સારું ભલે તે આ જગમાં
જ્યાં ના સમજ્યો તું જગત ના આધાર ને, ત્યાં કરવી વાત સમજદારીની બેકાર છે
તારી સમજ શું કામની, એ શું કામની, જ્યાં ના સમજી સમજવા જેવું