View Hymn (Bhajan)
Hymn No. 916 | Date: 11-Aug-19941994-08-111994-08-11માર ખાતો ને ખાતો આવ્યો છે આ માનવીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mara-khato-ne-khato-avyo-chhe-a-manaviમાર ખાતો ને ખાતો આવ્યો છે આ માનવી
પ્રભુ તને ભૂલતો ને ભૂલતો આવ્યો છે આ, માર ……..
સંજોગોએ ક્યારેક માર્યો, ક્યારેક ભાગ્યથી એ હાર્યો
સુખદુઃખ સાથે જકડાયો એવો, એમાં તો એ ખૂબ પીટાયો, માર ……..
આશાએ ક્યારેક ડૂબાડયું, પરિસ્થિતિએ ક્યારેક તોડ્યો
આંસુભર્યા નિરાશાના સાગરમાં, ડૂબતો ને ડૂબતો એ ગયો, માર ……..
કર્મોએ ક્યારેક માર્યો, ક્યારેક તકદીરે મજાક ખૂબ ઉડાડી
રિશ્તા નાતાની દોરમાં બંધાઈ, એ તો ખૂબ પીટાયો, માર
સુખની સાંકળમાં એ એવો જકડાયો, દુઃખ તો ઠીક સુખે પણ એને માર્યો
મૂક્તિની ભાવનામાં રહ્યો એ તો પસ્તાતો, માર ખાતો ……..
માર ખાતો ને ખાતો આવ્યો છે આ માનવી