View Hymn (Bhajan)

Sr No. 1228 | Date: 09-Apr-19951995-04-09થાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thati-hashe-badhi-sarakhamani-sanjogoni-sarakhamani-na-thayaથાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાય

આવે એ તો સદા નવા-નવા રંગ રૂપમાં, ના એને ઓળખાય

આવે એ કહ્યા વગર, તોય મહેમાન એને ના કહેવાય

સમય-સમય પર રહે બદલાતા, તોય સમય સાથે ના એ સંકળાય

આવે ક્યારે એવા, જે સુખ ને આનંદ આપતા ને આપતા રે જાય

તો ક્યારેક, દુઃખ-દર્દ ભરી કહાનીમાં એ ડુબાડી રે જાય

જીવનના અનેક રંગોનો અનુભવ, એ તો આપતા રે જાય

હરપળે ને હરક્ષણે, જીવનની કિંમત, એ તો સમજાવતા રે જાય

થાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાય
Thati hashe badhi sarakhamani, sanjogoni sarakhamani na thaya

View Original
Increase Font Decrease Font

થાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાય

આવે એ તો સદા નવા-નવા રંગ રૂપમાં, ના એને ઓળખાય

આવે એ કહ્યા વગર, તોય મહેમાન એને ના કહેવાય

સમય-સમય પર રહે બદલાતા, તોય સમય સાથે ના એ સંકળાય

આવે ક્યારે એવા, જે સુખ ને આનંદ આપતા ને આપતા રે જાય

તો ક્યારેક, દુઃખ-દર્દ ભરી કહાનીમાં એ ડુબાડી રે જાય

જીવનના અનેક રંગોનો અનુભવ, એ તો આપતા રે જાય

હરપળે ને હરક્ષણે, જીવનની કિંમત, એ તો સમજાવતા રે જાય

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

thātī haśē badhī sarakhāmaṇī, saṁjōgōnī sarakhāmaṇī nā thāya

āvē ē tō sadā navā-navā raṁga rūpamāṁ, nā ēnē ōlakhāya

āvē ē kahyā vagara, tōya mahēmāna ēnē nā kahēvāya

samaya-samaya para rahē badalātā, tōya samaya sāthē nā ē saṁkalāya

āvē kyārē ēvā, jē sukha nē ānaṁda āpatā nē āpatā rē jāya

tō kyārēka, duḥkha-darda bharī kahānīmāṁ ē ḍubāḍī rē jāya

jīvananā anēka raṁgōnō anubhava, ē tō āpatā rē jāya

harapalē nē harakṣaṇē, jīvananī kiṁmata, ē tō samajāvatā rē jāya