તું અનંત છે, તારી માયા અનંત છે, મેં પકડ્યા કંઈક અદીઠ તંત છે,
બધા તંતનું માતા તારામાં તું અંત કર, હે અનંત ઈશ્વર
મારી પ્રાર્થનાનો તું સ્વીકાર કર, વિનંતી મારી સ્વીકાર કર,
પ્રેમથી વીનવું તને હે કરુણાકારી, હે મંગળકારી માતા મારી પ્રાર્થના
અહંકાર હરાવે મને, વિકારો સતાવે મને, દાનવ બનાવે મને,
હે પૂર્ણ શક્તિશાળી, જાગ હવે તું પૂર્ણ શક્તિ સ્વરૂપે
કર ઘા હવે તારા હથિયારનો, સાંભળ પોકાર તારા બાળનો,
કર અંત હવે બધા સવાલનો, કર અંત આ અંધકારનો
પ્રગટ પૂર્ણ સ્વરૂપે માતા, પ્રગટો હવે, પ્રગટો હવે, પ્રગટો હવે
- સંત શ્રી અલ્પા મા
tuṁ anaṁta chē, tārī māyā anaṁta chē, mēṁ pakaḍyā kaṁīka adīṭha taṁta chē,
badhā taṁtanuṁ mātā tārāmāṁ tuṁ aṁta kara, hē anaṁta īśvara
mārī prārthanānō tuṁ svīkāra kara, vinaṁtī mārī svīkāra kara,
prēmathī vīnavuṁ tanē hē karuṇākārī, hē maṁgalakārī mātā mārī prārthanā
ahaṁkāra harāvē manē, vikārō satāvē manē, dānava banāvē manē,
hē pūrṇa śaktiśālī, jāga havē tuṁ pūrṇa śakti svarūpē
kara ghā havē tārā hathiyāranō, sāṁbhala pōkāra tārā bālanō,
kara aṁta havē badhā savālanō, kara aṁta ā aṁdhakāranō
pragaṭa pūrṇa svarūpē mātā, pragaṭō havē, pragaṭō havē, pragaṭō havē
|