તું ધરજે રે ધીરજ તારા રે જીવનમાં (2)
ઉતાવળાપણાને તારા રે જીવનમાં અલવિદા તું કરજે, તું ધરજે...
તારા રોમેરોમમાં ધીરજને તું વસાવી રે લેજે, તું ધરજે...
ધીરજના ફળ છે રે મીઠા, ચાખ્યા એને લાગે એ તો બહું મીઠા, તું ધરજે...
ધરજે ધીરજ તું હૈયે, શ્વાસોમાં વિશ્વાસને તું વસાવી રે લેજે, તું ધરજે...
તારા કાર્ય તું કરતો ને કરતો રે જાજે, તું ધરજે...
અરે સામેથી આવીને રે મળશે તને તારો રે વહાલો, તું ધરજે...
નિરાશ ના થઈશ જીવનમાં તારા દુર્ગુણોથી, તું ધરજે...
આવીને તારો રે વહાલો તારી પાસે, દુર્ગુણ તારા દૂર કરશે, તું ધરજે...
પૂરી થાશે રે તારી આશા જીવનમાં, નહીં રહે એ તો અધૂરી, તું ધરજે...
કરવી છે તને રે ભક્તિ, એના ભાવ એ તો તને આપશે, તું ધરજે...
નિત્ય સ્મરણ એનું કરજે, તારી નૈયા કિનારે એ તો લગાડશે, તું ધરજે...
- સંત શ્રી અલ્પા મા
tuṁ dharajē rē dhīraja tārā rē jīvanamāṁ (2)
utāvalāpaṇānē tārā rē jīvanamāṁ alavidā tuṁ karajē, tuṁ dharajē...
tārā rōmērōmamāṁ dhīrajanē tuṁ vasāvī rē lējē, tuṁ dharajē...
dhīrajanā phala chē rē mīṭhā, cākhyā ēnē lāgē ē tō bahuṁ mīṭhā, tuṁ dharajē...
dharajē dhīraja tuṁ haiyē, śvāsōmāṁ viśvāsanē tuṁ vasāvī rē lējē, tuṁ dharajē...
tārā kārya tuṁ karatō nē karatō rē jājē, tuṁ dharajē...
arē sāmēthī āvīnē rē malaśē tanē tārō rē vahālō, tuṁ dharajē...
nirāśa nā thaīśa jīvanamāṁ tārā durguṇōthī, tuṁ dharajē...
āvīnē tārō rē vahālō tārī pāsē, durguṇa tārā dūra karaśē, tuṁ dharajē...
pūrī thāśē rē tārī āśā jīvanamāṁ, nahīṁ rahē ē tō adhūrī, tuṁ dharajē...
karavī chē tanē rē bhakti, ēnā bhāva ē tō tanē āpaśē, tuṁ dharajē...
nitya smaraṇa ēnuṁ karajē, tārī naiyā kinārē ē tō lagāḍaśē, tuṁ dharajē...
|
Explanation in English
|
|
Hold onto patience in your life, keep patience in your life;
Say goodbye to haste and impatience in your journey - Hold onto patience...
Let patience dwell in every single pore of your being - Hold onto patience...
The fruits of patience are sweet; to those who taste them, they feel incredibly sweet - Hold onto patience...
Keep patience in your heart, and weave faith into your very breaths - Hold onto patience...
Just keep doing your duties and actions that you must do - Hold onto patience...
Oh, your Beloved Divine will come on His own to meet you - Hold onto patience...
Do not lose heart in life because of your inner flaws or vices - Hold onto patience...
Your Beloved will come close to you and wash away all your flaws - Hold onto patience...
The desires of your life will be completely fulfilled, they will not remain incomplete - Hold onto patience...
You wish to offer devotion, and He will gift you the very emotions needed for it - Hold onto patience...
Remember Him constantly every day, and He will safely guide your boat of life to the shore - Hold onto patience...
|