View Hymn (Bhajan)

Hymn No. 3089 | Date: 22-Dec-19981998-12-22તું મારા મનના હાલ જાણે, તું મારા હૈયાના હાલ પહેચાનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tum-mara-manana-hala-jane-tum-mara-haiyana-hala-pahechaneતું મારા મનના હાલ જાણે, તું મારા હૈયાના હાલ પહેચાને

કરું જીવનમાં હું બધું, એ બધું મારા વાલા તું તો જાણે

તોય સદાય તું મને પ્રેમથી ને પ્યારથી આવકારે

ચાહે હું વિચારું કાંઈ પણ, ના ચિત્ત એ તું તો ધરે

ના કરું યોગ્ય વ્યવહાર તોય તું પ્યારથી મને સહેલાવે

મારા પ્રભુ તું તો તુંજ છે, તને દિલ મારું તો પોકારે

વિકારોથી હું રહું સદાય લપેટાયેલો, તોય બદલાવ તારામાં ના આવે

તારી નજરમાં વહે પ્યાર સદાય, મારા હૈયામાં પ્યાર તું જગાવે

પ્રભુ તું છે શું ને શું નહીં એ દિલ મારું તો ના જાણે

પણ તારા જેવો નથી બીજો કોઈ, એ વાતને એ તો માને

તું મારા મનના હાલ જાણે, તું મારા હૈયાના હાલ પહેચાને

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tuṁ mārā mananā hāla jāṇē, tuṁ mārā haiyānā hāla pahēcānē

karuṁ jīvanamāṁ huṁ badhuṁ, ē badhuṁ mārā vālā tuṁ tō jāṇē

tōya sadāya tuṁ manē prēmathī nē pyārathī āvakārē

cāhē huṁ vicāruṁ kāṁī paṇa, nā citta ē tuṁ tō dharē

nā karuṁ yōgya vyavahāra tōya tuṁ pyārathī manē sahēlāvē

mārā prabhu tuṁ tō tuṁja chē, tanē dila māruṁ tō pōkārē

vikārōthī huṁ rahuṁ sadāya lapēṭāyēlō, tōya badalāva tārāmāṁ nā āvē

tārī najaramāṁ vahē pyāra sadāya, mārā haiyāmāṁ pyāra tuṁ jagāvē

prabhu tuṁ chē śuṁ nē śuṁ nahīṁ ē dila māruṁ tō nā jāṇē

paṇa tārā jēvō nathī bījō kōī, ē vātanē ē tō mānē