View Hymn (Bhajan)
Sr No. 3090 | Date: 22-Dec-19981998-12-221998-12-22ભૂલીને બધું જીવનમાં પ્રભુ હું ખુદને પણ ભૂલી જાઉંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-badhum-jivanamam-prabhu-hum-khudane-pana-bhuli-jaumભૂલીને બધું જીવનમાં પ્રભુ હું ખુદને પણ ભૂલી જાઉં
તારા નયનોમાં સમાઈ જાઉં, તારા દિલમાં હું ખોવાઈ જાઉં
પ્રભુ ભૂલીને બધી માયા મમતા, તારામાં હું સમાઈ જાઉં
એકાકારમાં ખોવાઈ ને હું, એક્તાના રંગમાં ઓગળી જાઉં
સમાઈ જાઉં પ્રભુ તારામાં, કે બાકી બધું હું ભૂલી જાઉં
ખોવાઈ ને અન્ય યાદોમાં, ના હવે વધારે તારાથી દૂર જાઉં
ચાહું જીવનમાં હું પૂર્ણ જ્ઞાન, પ્રાપ્ત કરવા જે કરતો જાઉં
હરએક તરફથી જોઈ શકું તને, કે સ્થિરતા ખુદની કેળવતો જાઉં
કદમ કદમ પર થાય પ્રગતિ, કદમ એવા હું ભરતો જાઉં
ભૂલીને બધું જીવનમાં પ્રભુ હું, તને યાદ કરતો જાઉં
ભૂલીને બધું જીવનમાં પ્રભુ હું ખુદને પણ ભૂલી જાઉં