View Hymn (Bhajan)
Hymn No. 2943 | Date: 29-Oct-19981998-10-291998-10-29તું સમજે ના કોઈ વાતને એમાં પ્રભુ કાંઈ ગુન્હેગાર નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tum-samaje-na-koi-vatane-emam-prabhu-kami-gunhegara-nathiતું સમજે ના કોઈ વાતને એમાં પ્રભુ કાંઈ ગુન્હેગાર નથી
તું ના શીખે કાંઈ નવું જીવનમાં, એમાં પ્રભુનો કોઈ વાક નથી
રહે કરતો તું ફરિયાદો ને ફરિયાદો, એ કસૂર કાંઈ પ્રભુનો નથી
ના રાખી શકે તું તારા ભાવો ને વર્તનને કાબૂમાં, એમાં દોષ કાંઈ પ્રભુનો નથી
ના મળે જીવનમાં તને જે છે તારે મેળવવું, એમાં પ્રભુ કાંઈ જવાબદાર નથી
મંજિલની જાણ વગર ચાલે રાહે, એમાં પ્રભુનો કોઈ ગુનાહ નથી
ના રહે તું ખુશ, ઈર્ષાની આગમાં જલતો રહે, પ્રભુનો કાંઈ એમાં કસૂર નથી
રહે જીવનમાં તું મનમાની કરતો મળતા ફળ રડે, એ કાંઈ પ્રભુને મંજૂર નથી
દર્દની દુનિયામાં રાખે તું તારું પહેલું પગલું ને તડપે એમાં, ગુન્હેગાર કાંઈ પ્રભુ નથી
ખોઈશ તું તારી સમજદારી જીવનમાં, એમાં કાંઈ પ્રભુ ગુન્હેગાર નથી
તું સમજે ના કોઈ વાતને એમાં પ્રભુ કાંઈ ગુન્હેગાર નથી