View Hymn (Bhajan)
Hymn No. 357 | Date: 12-Sep-19931993-09-121993-09-12વગર સમજી વિચારીને જીવનમાં, તું ફેંસલા ના કરતો, ના કરતોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vagara-samaji-vicharine-jivanamam-tum-phensala-na-karato-na-karatoવગર સમજી વિચારીને જીવનમાં, તું ફેંસલા ના કરતો, ના કરતો
બે જણની વાત વચ્ચે રે જીવનમાં, તું ના પડતો, ના પડતો
તારા રે હાથે તું તારું માન ના ગુમાવતો, ના ગુમાવતો
રાખજે સંયમ તારી રે વાણી પર, એને સંયમ બહાર ના જવા દેતો, ના જવા દેતો
જીવનમાં રે તારા તું અશાંતિ ઊભી ના કરતો, ના કરતો
મુર્ખાઈભર્યા વર્તનનું પ્રદર્શન તું તારા રે હાથે ના કરતો, ના કરતો
મુસીબતોને ઊભી કરી જીવનમાં દૂર ને દૂર એનાથી, તું ના ભાગતો, ના ભાગતો,
કરજે રે સામનો દુઃખનો રે જીવનમાં, એનાથી તું ના ડરતો, ના ડરતો
અન્યને કરીને દુઃખી જીવનમાં, તું ખુશ ના થાતો, ના થાતો
કરીને મોટી મોટી વાતો જીવનમાં, તું તારી અજ્ઞાનતાનું પ્રદર્શન ના કરતો, ના કરતો
વગર સમજી વિચારીને જીવનમાં, તું ફેંસલા ના કરતો, ના કરતો