View Hymn (Bhajan)

Sr No. 200 | Date: 02-Jun-19931993-06-02વહાલભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vala-bharyo-eka-komala-hatha-taro-re-phari-jayaવહાલભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાય

જીવન તો એનું રે પ્રભુ, કોમળ બની જાય

કરુણાભરી એક દ્રષ્ટિ તારી રે પડી જાય

જીવન તો એનું રે પ્રભુ, કરુણામય બની જાય

અમૃતભરી તારી વાણીનું એક વેણ, જો સંભળાઈ જાય

જીવન તો એનું રે પ્રભુ, અમૃતમય થઈ જાય

તારા સોહામણા સ્વરૂપની ઝાંખી થઈ જાય

જીવનમાં તો એના, અંધકાર ઝાંખા પડી જાય

તારા હાસ્યવિભોર મુખના દર્શન જેને થઈ જાય

જીવન આખું એનું તો સફળ થઈ જાય

વહાલભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાય
Vahalabharyo eka komala hatha taro re phari jaya

View Original
Increase Font Decrease Font

 
વહાલભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાય

જીવન તો એનું રે પ્રભુ, કોમળ બની જાય

કરુણાભરી એક દ્રષ્ટિ તારી રે પડી જાય

જીવન તો એનું રે પ્રભુ, કરુણામય બની જાય

અમૃતભરી તારી વાણીનું એક વેણ, જો સંભળાઈ જાય

જીવન તો એનું રે પ્રભુ, અમૃતમય થઈ જાય

તારા સોહામણા સ્વરૂપની ઝાંખી થઈ જાય

જીવનમાં તો એના, અંધકાર ઝાંખા પડી જાય

તારા હાસ્યવિભોર મુખના દર્શન જેને થઈ જાય

જીવન આખું એનું તો સફળ થઈ જાય



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


vahālabharyō ēka kōmala hātha tārō rē pharī jāya

jīvana tō ēnuṁ rē prabhu, kōmala banī jāya

karuṇābharī ēka draṣṭi tārī rē paḍī jāya

jīvana tō ēnuṁ rē prabhu, karuṇāmaya banī jāya

amr̥tabharī tārī vāṇīnuṁ ēka vēṇa, jō saṁbhalāī jāya

jīvana tō ēnuṁ rē prabhu, amr̥tamaya thaī jāya

tārā sōhāmaṇā svarūpanī jhāṁkhī thaī jāya

jīvanamāṁ tō ēnā, aṁdhakāra jhāṁkhā paḍī jāya

tārā hāsyavibhōra mukhanā darśana jēnē thaī jāya

jīvana ākhuṁ ēnuṁ tō saphala thaī jāya
Explanation in English Increase Font Decrease Font

If just one soft hand of Your boundless affection gently strokes someone's head,

Their entire life, O Lord, becomes incredibly gentle and serene.

If just one single glance filled with Your deep compassion falls upon someone,

Their entire life, O Lord, becomes completely filled with compassion.

If even a single phrase of Your nectar-like divine voice is heard by someone,

Their entire life, O Lord, becomes entirely immortalized and sweet like nectar.

If someone catches even a fleeting glimpse of Your beautiful, enchanting form,

All the lingering shadows of darkness in their life immediately fade away.

Whoever is blessed to witness Your face radiant with divine laughter,

Their entire life becomes completely successful and fulfilled.