View Hymn (Bhajan)

Hymn No. 2773 | Date: 28-Sep-19981998-09-28વાસ્તવિક્તાની વાત ક્યાં કરવી, કે કલ્પનામાં ઘણું ઘણું કરતો જાઉં છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vastaviktani-vata-kyam-karavi-ke-kalpanamam-ghanum-ghanum-karato-jaumવાસ્તવિક્તાની વાત ક્યાં કરવી, કે કલ્પનામાં ઘણું ઘણું કરતો જાઉં છું

વાસ્તવિક્તાની ભૂમિ પર આવતા લાગે વાર, કે ના એ વાટ હું જોઉં છું

કલ્પનાને દઈને વાસ્તવિક્તાનું સ્વરૂપ, જીવનમાં ઘણું હું કરતો જાઉં છું

કહેવાની તો જરૂર નથી એ, કે હું તો હરપળ એટલે છેતરાઊં છું

નથી જાણી શક્તો ભેદ હું બંને વચ્ચેના, કે બધું ભૂલી જાઉં છું

જીવનમાં હું તો સદા વાસ્તવિક્તાથી તો ગભરાઊં છું

કલ્પનાઓમાં, એ ડરને પામીને, જીવંત સ્વરૂપે હું તો ડરતો જાઉં છું

ભૂલું છું જ્યાં વાસ્વિક્તા ને જીવનમાં, ત્યાં હારનું નિશાન બની જાઉં છું

જીતની કલ્પનામાં જીવી, જીતની મજા કલ્પનામાં લેતો જાઉં છું

છે હાલ મારા આવા કે કહું કહું, તોય ઘણું ઘણું અધૂરું રહી જાય છે

વાસ્તવિક્તાની વાત ક્યાં કરવી, કે કલ્પનામાં ઘણું ઘણું કરતો જાઉં છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

vāstaviktānī vāta kyāṁ karavī, kē kalpanāmāṁ ghaṇuṁ ghaṇuṁ karatō jāuṁ chuṁ

vāstaviktānī bhūmi para āvatā lāgē vāra, kē nā ē vāṭa huṁ jōuṁ chuṁ

kalpanānē daīnē vāstaviktānuṁ svarūpa, jīvanamāṁ ghaṇuṁ huṁ karatō jāuṁ chuṁ

kahēvānī tō jarūra nathī ē, kē huṁ tō harapala ēṭalē chētarāūṁ chuṁ

nathī jāṇī śaktō bhēda huṁ baṁnē vaccēnā, kē badhuṁ bhūlī jāuṁ chuṁ

jīvanamāṁ huṁ tō sadā vāstaviktāthī tō gabharāūṁ chuṁ

kalpanāōmāṁ, ē ḍaranē pāmīnē, jīvaṁta svarūpē huṁ tō ḍaratō jāuṁ chuṁ

bhūluṁ chuṁ jyāṁ vāsviktā nē jīvanamāṁ, tyāṁ hāranuṁ niśāna banī jāuṁ chuṁ

jītanī kalpanāmāṁ jīvī, jītanī majā kalpanāmāṁ lētō jāuṁ chuṁ

chē hāla mārā āvā kē kahuṁ kahuṁ, tōya ghaṇuṁ ghaṇuṁ adhūruṁ rahī jāya chē