વાતે-વાતે નિરાશામાં ડૂબવાવાળા, જોયા આ જગમાં ઝાઝા
નિરાશાનો નાશ કરી, કરતા રહ્યાં કામ, હૈયે ધરી આશા, એવા જોયા બહુ ઓછા
દુઃખથી ઘેરાઈને આંસુ સારતા જોયા આ જગમાં, એ તો બહુ ઝાઝા
દુઃખ ભૂલી પોતાનું, અન્યના દુઃખ દૂર કરતા, એવા હસતા ચહેરા જોયા બહુ ઓછા
સંજોગોથી ઝૂકેલા, માની હાર પીછેહઠ કરનારના નથી આ જગમાં તોટા
સંજોગોને ઝુકાવનારા, હિંમતથી સામનો કરનારા, જોયા મેં આ જગમાં બહુ ઓછા
શ્વાસે-શ્વાસે ઇચ્છાઓ જગાવનારા, જોયા આ જગમાં ઝાઝા
ઇચ્છાઓને મારી, શ્વાસે-શ્વાસે પ્રભુનું નામ સ્મરણ કરનારા, જોયા બહુ ઓછા
પ્રભુ તારા નામે મળી આવતા લોભી, ધુતારા બહુ રે ઝાઝા
સાચી ભક્તિ કરવાવાળા ભક્તજન, જોયા જગમાં બહુ ઓછા
- સંત શ્રી અલ્પા મા
vātē-vātē nirāśāmāṁ ḍūbavāvālā, jōyā ā jagamāṁ jhājhā
nirāśānō nāśa karī, karatā rahyāṁ kāma, haiyē dharī āśā, ēvā jōyā bahu ōchā
duḥkhathī ghērāīnē āṁsu sāratā jōyā ā jagamāṁ, ē tō bahu jhājhā
duḥkha bhūlī pōtānuṁ, anyanā duḥkha dūra karatā, ēvā hasatā cahērā jōyā bahu ōchā
saṁjōgōthī jhūkēlā, mānī hāra pīchēhaṭha karanāranā nathī ā jagamāṁ tōṭā
saṁjōgōnē jhukāvanārā, hiṁmatathī sāmanō karanārā, jōyā mēṁ ā jagamāṁ bahu ōchā
śvāsē-śvāsē icchāō jagāvanārā, jōyā ā jagamāṁ jhājhā
icchāōnē mārī, śvāsē-śvāsē prabhunuṁ nāma smaraṇa karanārā, jōyā bahu ōchā
prabhu tārā nāmē malī āvatā lōbhī, dhutārā bahu rē jhājhā
sācī bhakti karavāvālā bhaktajana, jōyā jagamāṁ bahu ōchā
|