View Hymn (Bhajan)
Sr No. 453 | Date: 24-Oct-19931993-10-241993-10-24તારી તિરછી ચાલે પ્રભુ, તું ચાલતો ને ચાલતો રે જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-tirachhi-chale-prabhu-tum-chalato-ne-chalato-re-jaya-sidhi-chaleતારી તિરછી ચાલે પ્રભુ, તું ચાલતો ને ચાલતો રે જાય
સીધી ચાલે ચાલવાનું છોડી, તારી તિરછી...
માર મારી-મારીને અમને સીધા તું કરતો રે જાય, તારી તિરછી...
તારી ચાલનો ભોગ અમને બનાવતો રે જાય, તારી તિરછી...
ભુલાવી અમારી તિરછી ચાલ, સીધી ચાલે ચાલવાનું તું કહેતો રે જાય, તારી તિરછી...
બનીને રાજા ફરે, તું અમારા પર હુકમ ચલાવતો રે જાય, તારી તિરછી...
મનાવવા તારો હુકમ, તું અમને એવા મજબૂર કરતો જાય, તારી તિરછી...
ના માન્યા વગર અમારો છૂટકો ના થાય, તારી તિરછી...
ના લેવા દે ચેન ભર્યો એ શ્વાસ અમને, તારી તિરછી...
તારી લાકડીએથી તું અમને મારતો ને મારતો રે જાય, તારી તિરછી...
મારી અમને કરે ના દોષનો તું સ્વીકાર, સામેથી દોષી અમને તું બનાવતો રે જાય, તારી તિરછી...
મારે માર અમને તું એવો, ના ઘા એના ક્યાંય રે દેખાય, તારી તિરછી...
અજાણ બનીને તું એવા નખરા કરતો રે જાય, તારી તિરછી...
બનીને દયાવાન તું ફરતો રે જાય, તારી તિરછી...
કરાવવા યાદ તું અમને તારું નામ, તું તિરછી ચાલે ચાલતો જાય, સીધી રીતે આવીને ના તું કહી જાય
તારી તિરછી ચાલે પ્રભુ, તું ચાલતો ને ચાલતો રે જાય