વિચારીને વિચાર કર જરા, આ બધું કેમ થાય છે?
કોણ કરે છે, કરવાવાળો ના ક્યાંય દેખાય છે ?
બધું આપોઆપ થાય છે, કેમ થાય છે?
સમજાશે ઘણું એમાં થાશે, જ્યાં એ સત્તાનો પરિચય થાય છે
કોણ છે જે શ્વાસોની લયબદ્ધતાનો ધ્યાન રાખે છે ?
કોણ છે, દૃષ્ટિમાં તેજની જ્યોત ભરે છે?
કોણ છે જે જન્મ-મૃત્યુની પ્રક્રિયાનો ખ્યાલ રાખે છે?
શું આ બધું આપોઆપ થાય છે તો કોણ કરે છે?
દિવસ ને રાત્રિનું આ ચક્ર કોણ ચલાવે છે?
સૂર્યમાં ગરમી ને ચંદ્રમાં શીતળતા ક્યાંથી આવી છે?
પક્ષી વિહરે આકાશમાં, પ્રાણી ચાલે જમીન પર
આખી સૃષ્ટિનું અનુશાસન, કોણ ચલાવે, છે કોણ કરે છે?
વિચારોનું વિહરવું, ભાવોનું ઉદ્ભવવું, એ કેમ થાય છે?
કોના હાથમાં છે બધું, એના હાથ ના ક્યાંય દેખાય છે
- સંત શ્રી અલ્પા મા
vicārīnē vicāra kara jarā, ā badhuṁ kēma thāya chē?
kōṇa karē chē, karavāvālō nā kyāṁya dēkhāya chē ?
badhuṁ āpōāpa thāya chē, kēma thāya chē?
samajāśē ghaṇuṁ ēmāṁ thāśē, jyāṁ ē sattānō paricaya thāya chē
kōṇa chē jē śvāsōnī layabaddhatānō dhyāna rākhē chē ?
kōṇa chē, dr̥ṣṭimāṁ tējanī jyōta bharē chē?
kōṇa chē jē janma-mr̥tyunī prakriyānō khyāla rākhē chē?
śuṁ ā badhuṁ āpōāpa thāya chē tō kōṇa karē chē?
divasa nē rātrinuṁ ā cakra kōṇa calāvē chē?
sūryamāṁ garamī nē caṁdramāṁ śītalatā kyāṁthī āvī chē?
pakṣī viharē ākāśamāṁ, prāṇī cālē jamīna para
ākhī sr̥ṣṭinuṁ anuśāsana, kōṇa calāvē, chē kōṇa karē chē?
vicārōnuṁ viharavuṁ, bhāvōnuṁ udbhavavuṁ, ē kēma thāya chē?
kōnā hāthamāṁ chē badhuṁ, ēnā hātha nā kyāṁya dēkhāya chē
|