મનુષ્યની વ્યથા ને એની કથાના અંત, આવ્યા નથી ને ના એ આવશે
નવી નવી રજૂઆતો રહી છે સદા થાતી, ને એ ચાલુ રહેવાની છે
વિચિત્રતાનાં પ્રમાણ હજી સુધી મળ્યાં નથી, ને ના એ મળવાના છે
દર્દના સાગર ખાલી થયા નથી, ને ના કદી એ ખાલી થવાના છે
અજબગજબ વ્યવહાર એના, અટક્યા નથી ને ના એ અટકવાના છે
આકુળવ્યાકુળ અવસ્થાઓ સુધરી નથી ને, ના એ સુધરવાની છે
ખેલે ખેલ ક્યારે ને કેવા, ના એ કોઈ જાણી શક્યું છે, ના કોઈ જાણી શકવાનું છે
ભરતી-ઓટના એ ઊભરાઓ ના અટક્યા છે, ના એ અટકવાના છે
જ્યાં સુધી સાચી સમજ ને સમજવાનો પાકો નિર્ધાર નથી, ત્યાં સુધી આવું જ છે
આચરણ સુધરે જ્યારે, ત્યારે જ બધું બદલાવાનું છે, બાકી, મનુષ્યની વ્યથા ને એની કથાના અંત ...
- સંત શ્રી અલ્પા મા
manuṣyanī vyathā nē ēnī kathānā aṁta, āvyā nathī nē nā ē āvaśē
navī navī rajūātō rahī chē sadā thātī, nē ē cālu rahēvānī chē
vicitratānāṁ pramāṇa hajī sudhī malyāṁ nathī, nē nā ē malavānā chē
dardanā sāgara khālī thayā nathī, nē nā kadī ē khālī thavānā chē
ajabagajaba vyavahāra ēnā, aṭakyā nathī nē nā ē aṭakavānā chē
ākulavyākula avasthāō sudharī nathī nē, nā ē sudharavānī chē
khēlē khēla kyārē nē kēvā, nā ē kōī jāṇī śakyuṁ chē, nā kōī jāṇī śakavānuṁ chē
bharatī-ōṭanā ē ūbharāō nā aṭakyā chē, nā ē aṭakavānā chē
jyāṁ sudhī sācī samaja nē samajavānō pākō nirdhāra nathī, tyāṁ sudhī āvuṁ ja chē
ācaraṇa sudharē jyārē, tyārē ja badhuṁ badalāvānuṁ chē, bākī, manuṣyanī vyathā nē ēnī kathānā aṁta ...
|