View Hymn (Bhajan)
Hymn No. 2718 | Date: 18-Sep-19981998-09-181998-09-18વિશ્વાસ એ જીવનનો મોટામાં મોટો પુરુષાર્થ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasa-e-jivanano-motamam-moto-purushartha-chheવિશ્વાસ એ જીવનનો મોટામાં મોટો પુરુષાર્થ છે
જેના હૈયે વહેતી વિશ્વાસની ધાર છે, પ્રભુ એ કર્યા એના બેડા પાર છે
જાગે છે સહુના હૈયે વિશ્વાસ, વિશ્વાસ વિના ના કાંઈ અહીંયા થાય છે
જાણેઅજાણે સહુ કોઈ અહીંયા વિશ્વાસ એકબીજા પર કરતા જાય છે
પ્રભુને જો પામવું હોય જીવનમાં, તો પૂર્ણ વિશ્વાસ વિના ના પમાય છે
રાખવો પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ, એ તો અઘરામાં અઘરું કામ છે
કરી ન શકે જે જીવનમાં, એ પ્રભુને પામ્યા વિના રહે છે
જોઈએ, જાણીએ, અનુભવીએ છતાં વિશ્વાસમાં ના સ્થિર રહેવાય છે
વિશ્વાસ જાગે હૈયામાં જેના, જીવન એનું ધન્ય થઈ જાય છે
પરમ વિશ્વાસના આધારે જ પરમપદની પ્રાપ્તિ થાય છે
વિશ્વાસ એ જીવનનો મોટામાં મોટો પુરુષાર્થ છે