View Hymn (Bhajan)
Sr No. 1545 | Date: 07-Jun-19961996-06-071996-06-07વિશ્વાસના જોયા પુરાવા, ત્યાં અવિશ્વાસમાં સરકી જવાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasana-joya-purava-tyam-avishvasamam-saraki-javaya-chheવિશ્વાસના જોયા પુરાવા, ત્યાં અવિશ્વાસમાં સરકી જવાય છે
થાય છે આવું વારે ઘડીએ, ના એક પળ માટે તો આવું થાય છે
જાણવા છતાં, સમજવા છતાં, પણ બહુ સહજતાથી આ થઈ જાય છે
ખુદ પરથી જ્યાં ખુદને ભરોસો ઓછો થાય છે, ત્યાં અવિશ્વાસમાં સરકી જવાય છે
આવી સામનો કરવાની વારી, ત્યાં જ ખેલ ખલાસ થઈ જાય છે
હોય છે જે વાતોમાં ખાલી, આચરણમાં આવતાં જાણ એની થાય છે
અહંકારમાં કે ડરમાં બેકાબૂ જ્યાં બની જવાય છે, અવિશ્વાસમાં સરકી જવાય છે
વિશ્વાસભરી વાતોનું વિસ્મરણ જ્યાં ક્ષણ માટે ભી થાય છે, અવિશ્વાસમાં સરકી જવાય છે
છે આ નવાઈભર્યું, તોય કાંઈ ના એમાં નવાઈ છે
વિશ્વાસના પંથે ચાલવું છે કઠણ કાર્ય, એ હર કોઈથી ના થાય છે
ન જગાવે શંકા, ના સરકે અવિશ્વાસમાં, વિશ્વાસ પૂર્ણ એનો કહેવાય છે
વિશ્વાસના જોયા પુરાવા, ત્યાં અવિશ્વાસમાં સરકી જવાય છે