View Hymn (Bhajan)
Hymn No. 1546 | Date: 12-Jun-19961996-06-121996-06-12વિશ્વાસનો મારો કેટલો કાચો તાર છે કે, તારા સુધી નથી પહોંચી મારી પોકાર છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasano-maro-ketalo-kacho-tara-chhe-ke-tara-sudhi-nathi-pahonchi-mariવિશ્વાસનો મારો કેટલો કાચો તાર છે કે, તારા સુધી નથી પહોંચી મારી પોકાર છે
હતો ને રહ્યો હું કેટલો ખોટા ખ્યાલમાં, આજ ભાન એનું મને થાય છે
કરી કોશિશ ખૂબ મેં તને પોકારવાની, તોય ના કોઈ એનો જવાબ છે
સમજાય છે આ પરથી તો પ્રભુ કે, હજી વધારે પુરુષાર્થની જરૂર છે
સાંભળીને પ્યારભર્યો પોકાર પ્રભુ, તું કોઈનો ના તું રોક્યો રોકાય છે
જાણ છે આ વાતની પૂરેપૂરી મને, ના એનાથી હું કાંઈ અજાણ છું
પોકાર્યો મેં તને ને તું ના આવ્યો, ના એની મને કોઈ ફરિયાદ છે
હશે ખામી કોઈ મારામાં કે જેની જાણ હોવા છતાં મન મારું અજાણ છે
છે પ્રાર્થના તો મારી એટલી તને કે, મને તારા વિશ્વાસની જરૂર છે
જોઈએ છે એવો વિશ્વાસ મને કે, જેનાથી બંધાઈને આવી તું જાય છે
વિશ્વાસનો મારો કેટલો કાચો તાર છે કે, તારા સુધી નથી પહોંચી મારી પોકાર છે