View Hymn (Bhajan)
Sr No. 1539 | Date: 07-Jun-19961996-06-071996-06-07યાદ નથી પ્રભુ જ્યાં તારી, પ્રભુ, તારું નામ નથી જ્યાં, પ્યારભર્યો વ્યવહાર ત્યાં નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yada-nathi-prabhu-tari-prabhu-tarum-nama-nathi-jyam-pyarabharyo-vyavaharaયાદ નથી પ્રભુ જ્યાં તારી, પ્રભુ, તારું નામ નથી જ્યાં, પ્યારભર્યો વ્યવહાર ત્યાં નથી
કહેવું શું એને, કે જેને પોતાના જીવનનો અહેસાસ નથી
યાદ કરવા તને પ્રભુ, જેની પાસે એક ક્ષણનો પણ સમય નથી
જીવન હશે એમનું રે કેવું પ્રભુ, જેમાં પ્યાર નથી, જેમાં પ્રેમ નથી
માયાની ચુંગલબાજી સિવાય જ્યાં બીજી કોઈ પણ વાત નથી
કેમ થાય એ સુખી, કે જ્યાં સુખની સંગ જેને રહેવું નથી
જોઈએ છે સુખશાંતિ જીવનમાં, પણ મેળવવાની કોશિશ નથી
ભ્રમને ભાંગવો નથી ,અહમને તોડવો નથી, ત્યાં અશાંતિ વિના કાંઈ નથી
મનુષ્યજન્મ મળ્યો છે, જેનો, એને અહેસાસ નથી
થાય મુક્ત ક્યાંથી પ્રભુ, જેના જીવનમાં, બંધન વિના બીજું કાંઈ નથી
યાદ નથી પ્રભુ જ્યાં તારી, પ્રભુ, તારું નામ નથી જ્યાં, પ્યારભર્યો વ્યવહાર ત્યાં નથી