View Hymn (Bhajan)
Sr No. 1540 | Date: 07-Jun-19961996-06-071996-06-07શક્તિને જગાવો, ભક્તિને જગાવો, અરે ઓ શક્તિશાળીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shaktine-jagavo-bhaktine-jagavo-are-o-shaktishaliશક્તિને જગાવો, ભક્તિને જગાવો, અરે ઓ શક્તિશાળી
વહાલા રે મારા, મારા રે દિલમાં, પ્રભુ, શક્તિ ને ભક્તિ જગાવો
તોડો બંધન હવે તમે રે બધા, દિલમાં રે મારા, ભક્તિ જગાવો
કરો અશક્તિને દૂર, મિટાવી અશક્તિ, શક્તિને તમે મારામાં જગાવો
સૂક્ષ્મતાને મારી રે પ્રભુ, હવે તમે રે જગાવો, અરે ઓ શક્તિશાળી
તોડી અંધકારનાં તાળાં, જ્ઞાનના દીપક તમે દિલમાં રે મારા જલાવો
મોહ-માયાના બંધન કાપી, મુક્તિના મારગને દેખાડો, અરે ઓ શક્તિશાળી
મિટાવીને દુર્ગુણો મારામાં, સદ્દગુણોને મારામાં તમે જગાવો
મનને રે મારા, તમારા ચરણોમાં રે રાખો, અરે ઓ શક્તિશાળી
છું હું બાળ તારો રે પ્રભુ, મને, તમે તમારા જેવો રે બનાવો
શક્તિને જગાવો, ભક્તિને જગાવો, અરે ઓ શક્તિશાળી