View Hymn (Bhajan)
Hymn No. 4869 | Date: 28-Apr-20202020-04-282020-04-28તને પામવા ચાહું માડી, તને મળવા ચાહું હું માડીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tane-pamava-chahum-madi-tane-malava-chahum-hum-madiતને પામવા ચાહું માડી, તને મળવા ચાહું હું માડી
તને ને તને ચાહું રે માડી, તને ને તને ચાહું રે માડી (2)
જીવનમાં મારા, હૃદયથી મારા, તારો પ્રેમ ચાહું, તને પામવા ...
નિત્ય નિરંતર વહેતો પ્રેમ તારો, એને અનુભવવા ચાહું રે માડી
તારામાં ને તારામાં રહું એ દિલથી, હવે ચાહું રે માડી
મોહમાયાના સઘળા બંધ તોડી, નાતો તુજ સંગ જોડવા ચાહું માડી
અંતરના પટમાં દર્શન તારાં કરવા ચાહું રે માડી, તને પામવા ચાહું
તું છે મુજમાં ને મુજમાં, બસ અંતરમાં ઊતરવા ચાહું રે માડી
દિલથી દિલને ભેટવા ચાહું રે માડી, તને પામવા ચાહું રે માડી
સમતા-વિષમતાથી ઊઠી ઉપર, તને સદા નિહાળું રે માડી, તને પામવા
તને પામવા ચાહું માડી, તને મળવા ચાહું હું માડી