View Hymn (Bhajan)
Hymn No. 4870 | Date: 28-Apr-20202020-04-282020-04-28તું કૃપાળી છે, તું દીનદયાળી છે, 'મા' તું મારી છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tum-kripali-chhe-tum-dinadayali-chhe-ma-tum-mari-chheતું કૃપાળી છે, તું દીનદયાળી છે, 'મા' તું મારી છે
અનુભવ્યું આજ મેંતો, તું કૃપાળી છે, તું દયાળી છે
જીવનના જંગને તું જિતાડનારી છે, તું કૃપાળી છે, તું દીનદયાળી છે
દૃશ્યમાં અદૃશ્ય તું તો રહેનારી છે, 'મા' તું કૃપાળી છે
વેરાન હૃદયને મારા, તારા પ્રેમથી તું ભરનારી છે, 'મા' તું કૃપાળી છે
બુદ્ધિથી પરે તું મને લઈ જનારી છે, 'મા' તું કૃપાળી છે
હારજીતમાં ના મને તું રાખનારી છે, 'મા' તું દયાળુ છે
શ્વાસેશ્વાસમાં મારા ચૈતન્ય તું ભરનારી, છે 'મા' તું કૃપાળી છે
જીવનમાં મારા તું મને રમાડનારી છે, દુઃખદર્દથી પાર કરનારી છે
અંતરની જાગૃતિ આપનારી છે, તું કૃપાળી છે, તું દીનદયાળી છે
તું કૃપાળી છે, તું દીનદયાળી છે, 'મા' તું મારી છે