View Hymn (Bhajan)

Sr No. 1300 | Date: 01-Jul-19951995-07-01ખેલૈયો મારો, ખેલતો ને ખેલતો રે જાય (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?id=1221ખેલૈયો મારો, ખેલતો ને ખેલતો રે જાય (2)

ખેલે ખેલ એ તો, નિત્ય નવા ને નવા, ખેલૈયો…

ખેલમાં એના, મને નચાવતો ને નચાવતો રે જાય, ખેલૈયો…

ખેલ ખેલે એ તો અવળા, કે મને એમાં ફસાવતો ને ફસાવતો રે જાય, ખેલૈયો…

નિકળવા ચાહું જેમ બહાર, હું તેમ ઊંડે ધકેલાતી રે જાઉં, ખેલૈયો...

ક્યારેક લડવૈયો બની તો ક્યારેક ડરપોક બની, હાલબેહાલ મારા કરતો રે જાય, ખેલૈયો...

કરે એવા ખેલ, જેનો ભોગ મને એ તો બનાવતો રે જાય, ખેલૈયો...

માયાના ખેલમાં લપટાયેલો, ખેલ પ્રભુના એ તો ભૂલી રે જાય, ખેલૈયો...

ભટકાવીને મને માયામાં, પ્રભુથી દૂર એ તો કરતો રે જાય, ખેલૈયો...

જોઈએ સાથ એનો હરપળે ને હરક્ષણે, એના સાથ વગર કાંઈ ના થાય, ખેલૈયો...

મળે જ્યાં સાથ એનો તો, પ્રભુ, પળ એકમાં રીઝવી રે જાય, ખેલૈયો...

ખેલૈયો મારો, ખેલતો ને ખેલતો રે જાય (2)

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khēlaiyō mārō, khēlatō nē khēlatō rē jāya (2)

khēlē khēla ē tō, nitya navā nē navā, khēlaiyō…

khēlamāṁ ēnā, manē nacāvatō nē nacāvatō rē jāya, khēlaiyō…

khēla khēlē ē tō avalā, kē manē ēmāṁ phasāvatō nē phasāvatō rē jāya, khēlaiyō…

nikalavā cāhuṁ jēma bahāra, huṁ tēma ūṁḍē dhakēlātī rē jāuṁ, khēlaiyō...

kyārēka laḍavaiyō banī tō kyārēka ḍarapōka banī, hālabēhāla mārā karatō rē jāya, khēlaiyō...

karē ēvā khēla, jēnō bhōga manē ē tō banāvatō rē jāya, khēlaiyō...

māyānā khēlamāṁ lapaṭāyēlō, khēla prabhunā ē tō bhūlī rē jāya, khēlaiyō...

bhaṭakāvīnē manē māyāmāṁ, prabhuthī dūra ē tō karatō rē jāya, khēlaiyō...

jōīē sātha ēnō harapalē nē harakṣaṇē, ēnā sātha vagara kāṁī nā thāya, khēlaiyō...

malē jyāṁ sātha ēnō tō, prabhu, pala ēkamāṁ rījhavī rē jāya, khēlaiyō...